સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ તરખાટ મચાવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોરોનાને લઈને હાથ ધરેલા સર્વેમાં એક ચોંકવાનારી વિગત સામે આવી છે. કોરોનાના પ્રથમ લહેરમાં જ્યાં સ્ત્રીઓ ઓછી સંક્રમિત થઈ હતી જેની સામે કોરોનાની બીજી લહેરમાં વધુમાં વધુ સ્ત્રીઓ કોરોનાની ઝપેટે ચડી હોય તેવું સર્વેમાં તારણ નિકળ્યું છે.

Continues below advertisement


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક ભવનના 45 વિદ્યાર્થીઓએ કુલ 41 ગામોમાં આ સર્વે હાથ ધર્યો હતો. જેમાં પોરબંદર જિલ્લાના 5 ગામ, જામનગરના 8 ગામ, મોરબીના 6 ગામ, અમરેલી 9 ગામ રાજકોટ 10 ગામ અને દેવભૂમિ દ્વારકા 3 ગામમાં આ સર્વે કરાયો હતો.


સર્વેમાં 1 હજાર કરતા વધુ સ્ત્રીઓને આવરી લેવામાં આવી હતી. જેમાં 25 થી 60 વર્ષ સુધીની સ્ત્રીઓ વધુ સંક્રમિત થયું હોવાનું સામે આવ્યું છે. સંક્રમણ વધુ ફેલાવું બીજુ એક કારણ એ પણ સામે આવ્યું કે ગામડાઓમાં હજુ પણ એક બીજાના ઘરે જવાના રિવાજ છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં એવું માનવામાં આવે છે કે કોરોનાએ શહેરનો રોગ છે. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પ્રોપર માસ્કનો પણ ઉપયોગ નથી કરતી. સ્ત્રીઓ સામાન્ય શરદી ઉધરસમાં ઘરગથ્થુ ઉપચાર કરે છે. પ્રથમ લહેરમાં પુરુષો વધુ ભોગ બન્યા બીજી લહેરમાં સ્ત્રીઓમાં વધુ ભોગ બની છે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના નવા 11,592 કેસ નોંધાયા છે. જેની સામે 14,931 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ગઈકાલે કોરોના સંક્રમણના કારણે 117 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8511  પર પહોચ્યો છે.


રાજ્યમાં ગઈકાલે 14931 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 5,47,935 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,36,158 પર પહોંચ્યો છે. જેમાંથી 792 લોકો વેન્ટિલેટર પર અને 1,35,366 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.11   ટકા છે. 


ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 19,  સુરત કોર્પોરેશન-8,  વડોદરા કોર્પોરેશન 7,  મહેસાણામાં 4, વડોદરા 5,    જામનગર કોર્પોરેશમાં 8, રાજકોટ કોર્પોરેશન 5,  જૂનાગઢ 5, સુરત 3,  બનાસકાંઠા 2,  પંચમહાલ 1, રાજકોટ 6, દાહોદ 1, કચ્છ 4, જામનગર 6, જૂનાગઢ કોર્પોરેશન 3,   ભાવનગર કોર્પોરેશમાં 4, ગીર સોમનાથમાં-2, અમરેલી 2, મહીસાગર 1, ખેડા 2, આણંદ 0, સાબરકાંઠા 3, ગાંધીનગર 0, પાટણ 2, અરવલ્લી 0, ભાવનગર 0, વલસાડ 0,  ગાંધીનગર કોર્પોરેશન 1, ભરૂચ 2, સુરેન્દ્રનગર 2,  નવસારી-0, નર્મદા 1,   દેવભૂમિ દ્વારકા-2, છોટા ઉદેપુર 2,  અમદાવાદ 1, મોરબી 0, બોટાદમાં 1, પોરબંદર 1, તાપી 1 અને ડાંગ 0 મોત સાથે કુલ 117 લોકોના મૃત્યુ થયા છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 3194,  સુરત કોર્પોરેશન-823,  વડોદરા કોર્પોરેશન 751,  મહેસાણામાં 507, વડોદરા 479,    જામનગર કોર્પોરેશમાં 333, રાજકોટ કોર્પોરેશન 319,  જૂનાગઢ 284, સુરત 269,  બનાસકાંઠા 266,  પંચમહાલ 254, રાજકોટ 253, દાહોદ 246, કચ્છ 244, જામનગર 232, જૂનાગઢ કોર્પોરેશન 230,   ભાવનગર કોર્પોરેશમાં 214, ગીર સોમનાથમાં-200, અમરેલી 183, મહીસાગર 181, ખેડા 164, આણંદ 157, સાબરકાંઠા 156, ગાંધીનગર 152, પાટણ 151, અરવલ્લી 133, ભાવનગર 124, વલસાડ 123,  ગાંધીનગર કોર્પોરેશન 117, ભરૂચ 115, સુરેન્દ્રનગર 113,  નવસારી-108, નર્મદા 90,   દેવભૂમિ દ્વારકા-87, છોટા ઉદેપુર 81,  અમદાવાદ 69, મોરબી 67, બોટાદમાં 38, પોરબંદર 38, તાપી 35 અને ડાંગ 12  કેસ સાથે કુલ  11592 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,03,94,150  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 33,55,185  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,37,49,335 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 18થી 44 વર્ષ સુધીના 29,817 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 35,180 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,32,466 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.