સમગ્ર ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે ત્યારે મોટા શહેરો ઉપરાંત પવે ગ્રામ્ય વિસ્તાર અને તાલુકા સ્તરે પણ કોરોનાનો કહેર વધ્યો છે. કોરોનાનો નવો સ્ટ્રેઈન આવ્યા બાદ ઝડપથી લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. નવો સ્ટ્રેઈન કેટલો ખતરનાક છે તે વાતનો ચિતાર તમે એ વાત પરથી મળશે કે એક જગ્યાએ 100 ટેસ્ટિંગ કરતાં 50ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એટલે કે જેટલા ટેસ્ટ કર્યાં તેમાંથી 50 ટકાને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વાત થઈ રહી છે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાની. જ્યાં 100 ટેસ્ટમાંથી 50નો રિપોર્ટ પોઝિટિવ આવ્ય છે.
અંજારમાં કોરાનાનો પ્રકોપ એટલો છે કે માત્ર 10 દિવસમાં જ 764 કોરોનાના એક્ટિવ કેસ સામે આવ્યા છે. ટેસ્ટિંગ વધારી દેવામાં આવતા હવે રેપીડ ટેસ્ટની કીટ પણ ખૂટી પડી છે. કોરનાના કેસ એટલા વધી ગયા કે અંજારમાં 26 બેડની સરકારી હોસ્પિટલ પણ ફૂલ થઈ ગઈ છે. જેના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમીં રીફર કરવાનો વારો આવ્યો છે.
ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જ્યારે વધુ 42નાં મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ પહેલા ગઈકાલે 9 એપ્રિલે 4 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.
રાજ્યમાં ગઈકાલે 2280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 309626 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 2200ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 22692 પર પહોંચ્યો છે. જેમાંથી 187 લોકો વેન્ટિલેટર પર અને 22505 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.87 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 12, રાજકોટ કોર્પોરેશન-3, વડોદરા કોર્પોરેશ-4, વડોદરા-2, ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, રાજકોટ અને સુરતમાં 1-1 કેસ મળી કુલ 42 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4697 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 1296 , સુરત કોર્પોરેશનમાં 891, રાજકોટ કોર્પોરેશનમાં 340, વડોદરા કોર્પોરેશનમાં 256, સુરત 213, વડોદરા 141, જામનગર કોર્પોરેશન 123, પાટણ 118, જામનગર-98, મહેસાણા-91, બનાસકાંઠા-74, રાજકોટ-70, ભાવનગર કોર્પોરેશન-69, કચ્છ- 48, મહીસાગર-48, જુનાગઢ-46, ગાંધીનગર-45, જુનાગઢ કોર્પોરેશન-43, ગાંધીનગર કોર્પોરેશન-41, ખેડા-40, મોરબી-40, દાહોદ-37, પંચમહાલ-33, ભાવનગર-32, અમરેલી-30, આણંદ-30, નવસારીમાં 27, સાબરકાંઠા-25, ભરુચ-23, વલસાડ-23, ગીર સોમનાથ-22, નર્મદા-22, નર્મદા-22, સુરેન્દ્રનગર-22, અમદાવાદમાં -20, દેવભૂમિ દ્વારકા-14, છોટાઉદેપુર-13 અને તાપીમાં 10 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 76,30,525 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 9,84,583 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 86,15,108 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
ગુજરાતમાં છેલ્લા 9 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
29,371 |
178 |