વિાધાનસભાની ચૂંટણી પૂર્વે યોજાઈ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના પગલે ગ્રામ્ય સ્તરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હાલમાં રાજકારણ એ માત્ર એક વ્યવસાય બની ગયો હોવાથી હવે ગામમાં સરપંચપદની ચૂંટણી બિનહરીફ યોજવી એટલી સરળ નથી. આવા સમયે કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલ પાવરપટ્ટી વિસ્તારના પાલનપુર(બાંડી) ગ્રામ પંચાયતમાં આજ દિન સુાધી ચૂંટણી યોજવાની સ્થિતિ જ નથી આવી. ગામમાં સરપંચની પસંદગી બિનહરીફ જ થાય છે અને પાંચ વર્ષ દમરિયાન ગામમાં તમામ પ્રકારના વિકાસના કામો પણ થાય છે.
ગોકુલ ગામ, રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવી ચુકેલી પાલનપુર(બાડી) ગ્રામ પંચાયત અમલમાં આવી ત્યારાથી આજ દિવસ સુાધી ચૂંટણી યોજવામાં આવી નાથી. ૧૯૬૨થી માંડીને આજ દિન સુાધી આ ગ્રામ પંચાયત સતત સમરસ થતી આવી છે. ગામમાં 1200 લોકોની વસ્તી છે અને પંચાયતને આઠ એવોર્ડ મળ્યા છે.
પાલનપુર બાડીના પ્રથમ સરપંચ નારાણભાઈ હંસરાજ પટેલ હતા ત્યારબાદ અનુક્રમે રવજી માવજી પટેલ, શીવગણ નાનજી નાયાણી, પછી સતત બે ટર્મ સુાધી દેવજી માવજી લીંબાણી સરપંચ બન્યા હતા. મનજી પરબત પારસીયા, ડાયાલાલ શીવજી પાંચાણી પણ બે ટર્મ ત્યારબાદ અનુ.જાતિની અનામત બેઠક થતા ધારાશાસ્ત્રી કે.એન.ધુવા અને હાલમાં નર્મદાબેન ડાયાલાલ પાંચાણી સરપંચપદે છે જેમની ટર્મ હવે પુરી થશે.
2001માં આવેલ વિનાશક ભૂકંપમાં ગામને ખૂબ જ નુકસાન થયું હતું. બાદમાં ગામ મૂળ જગ્યાએથી નીચે અડધો કિ.મી. નવું ગામનું નિર્માણ કરવામાં આવ્યું. ગોકુલ ગ્રામ, આદર્શ ગ્રામ, નિર્મલ ગ્રામ થી આ ગામ સન્માનિત થઈ ચુકયુ છે. ૨૦૦૭માં તત્કાલીન સરપંચ ડાયાલાલ પાંચાણીને રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હસ્તે એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. ગામમાં મંદિર, મસ્જીદ, સ્કૂલ પણ આવેલ છે.
ગામમાં મુખ્યત્વે પાટીદાર, દલિત, મુસ્લિમ, ક્ષત્રિયની વસ્તી છે અને ગામના મોટાભાગના લોકોને મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. આ ગામના લોકો ધંધાર્થે ભુજ ઉપરાંત અન્યત્ર ગુજરાત બહાર અને દેશ વિદેશમાં પણ વસ્યા છે.
નાનકડા એવા ગામના દિકરા-દિકરીઓ વકીલ, એન્જીનિયરીંગ, શિક્ષક સહિતના હોદા પર રહીને ગામનું નામ રોશન કરી રહ્યા છે. ગામમાં ગટર, સીસીરોડ, પાણી, આરોગ્ય, શિક્ષણ સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. રણોત્સવ મહાલવા આવતા સહેલાણીઓ નિરોણા ગામની મુલાકાત લે ત્યારે પાલનપુર ગામે પણ આવતા રહે છે.