Heavy Rain Gujrat:ગુજરાતમાં સતત અવિરત વરસાદ આફતરૂપ બની ગયો છે. ભારે વરસાદના કારણે  સૌરાષ્ટ્રમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. જામનગર અને રાજકોટ જિલ્લાના કેટલાક છેવાડાના ગામમાં પૂરની સ્થિતિ સર્જાય છે.


ગુજરાતમાં સતત અવિરત વરસાદ આફતરૂપ બની ગયો છે. લોધિકામાં 10 કલાકમાં 20 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ તો, તો રાજકોટના 13 ગામ એવા છે, જ્યાં ભારે વરસાદે તબાહી સર્જી છે. ઉપલેટાના 8 ઇંચ વરસાદથી  નીચાણ વિસ્તારમાં આવેલી સોસાયટી જળમગ્ન થઇ ગઇ છે. ઉપલેટાનું સાતવડી ગામમાં એકધારો 12 ઇંચ વરસાદ ખાબકતાં ગામ બેટમાં ફેરવાયું છે. ભારે વરસાદના કારણે આ વિસ્તારથી લોકોનું સ્થળાંતર કરાયું છે. ભારે વરસાદના કારણે ઉપલેટાના કેટલાક ગામ સંપર્ક વિહાણા થયા છે. વેણું, ન્યારી, મોજ, ભાદર-2 સહિતના જળાશયો ઓવરફ્લો છે.


ક્યા તાલુકામાં કેટલો વરસાદ



  • છેલ્લા 24 કલાકમાં રાજકોટના લોધિકા તાલુકામાં 21 ઇંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં કાલાવાડ તાલુકામાં 16 ઇંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં વિસાવદર તાલુકામાં 15 ઇંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં રાજકોટø તાલુકામાં 13 ઇંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ધોરાજી તાલુકામાં 9 ઇંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં કોટડા સાંગાણી તાલુકામાં 8 ઇંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં જામકંડોરણા તાલુકામાં 8 ઇંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં પડધરી તાલુકામાં 7 ઇંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ગોંડલ તાલુકામાં 7 ઇંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં કપરાડા તાલુકામાં 6 ઇંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેરમાં 5 ઇંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 5 ઇંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ધરમપુર અને જામજોધપુર તાલુકામાં 4 ઇંચ વરસાદ





સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે. તેમાં પણ રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પાંચ દિવસ પૂરા ગુજરાતમાં વરસશે મૂશળધાર વરસાદ. હવામાન વિભાગના અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ વરસશે ભારેથી અતિભારે વરસાદ. સૌરાષ્ટ્રમાં આજે ફરી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ઓડિશા પર સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ. જે મધ્ય પ્રદેશ થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેને લઈ પૂરા ગુજરાતમાં વરસી રહ્યો છે વરસાદ.