સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંક 4395 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 214 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ સમગ્ર જાણકારી આપી હતી. મહત્વની વાત એ છે કે, ઘણાં જિલ્લાઓમાં પોઝિટિસ કેસ નોંધાયા છે જોકે આ જિલ્લાઓમાં કોરોનાને કારણે હજુ સુધી એક પણ મોત નિપજ્યું નથી.


ગુજરાતના ઘણાં એવા જિલ્લા છે જ્યાં કોરોનાના દર્દીઓ જોવા મળી રહ્યાં છે જોકે અનેક જિલ્લાઓમાં હજુ સુધી કોરોનાના કારણે એક પણ મોત નિપજ્યું નથી. સૌથી મોટી વાત એ છે કે, ગુજરાતના ત્રણ જિલ્લા એવા છે જ્યાં કોરોના પોઝિટિવનો એક પણ કેસ નોંધાયો જ નથી તે નામ છે અમરેલી, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા.

છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગીર સોમનાથ, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપી જિલ્લામાં હજુ સુધી કોરોનાથી એક પણ મોત નિપજ્યું નથી. આ તમામ જિલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઓ છે જોકે ઉપર દર્શાવેલા જિલ્લાઓમાં એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી.