આ પત્થરમારામાં પીઆઈને સામાન્ય ઈજા પણ પહોંચી છે. ટોળાને વિખેરવા માટે પોલીસે પાંચ ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા અને પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવાયો છે. આ મામલે ગોધરા બી ડિવિઝન પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી 2 ઇસમોની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ ગોધરાના જહૂરપુરાણ ગુહ્યા મહોલ્લામાં કન્ટેન્ટમેન્ટ એરિયામાં પતરા લગાવવા ગયેલ પોલીસ ટીમ પર સ્થાનિકો પથ્થર મારો કર્યો હતો. પોલીસે જવાબી કાર્યવાહીમાં 5 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આ સમગ્ર ઘટનાને ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજીએ ટ્વીટ કરી વખોડી અને સામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
જિલ્લામાં વધતા કોરોના ના વ્યાપ ને નિયંત્રમાં લેવા માટે ગોધરા શહેર ના વોર્ડ નંબર 3-6-9 વિસ્તારને કન્ટેઇનમેન્ટ જાહેર કર્યાબાદ આર એન બી વિભાગ અને પોલીસ દ્વારા કન્ટેઇન મેન્ટ વિસ્તારોમાં પતરા લગાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જહૂરપુરા અને ગુહ્ય મોહલ્લાને જોડતા વિસ્તારમાં પતરા લગાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી જે દરમિયાન ગુહ્યા મોહલ્લાના સ્થાનિકો દ્વારા પતરા લગાવવાનો વિરોધ કરવામાં આવ્યો અને ત્યારબાદ ઉગ્ર બનેલા સ્થાનિકોના ટોળાએ એકા એક પોલીસ અને આર એન બી વિભાગનીની ટીમ ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
ભીડ વધુ ઉગ્ર બનતા પોલીસ દ્વારા જવાબી કાર્યવાહીમાં 5 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા સહીતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્યાર બાદ મામલો થાળે પાડ્યો હતો. બનાવને લઇ પગલે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે અને પોલીસ દ્વારા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી અસામાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લામાં કુલ 38 પોઝેટીવ કેલ નોંધ્યા જેમાં 3 ના મોત 3 ને સાજા થયા હાલ 32 સારવાર હેઠળ છે.