હવામાન વિભાગની આગાહી મુજબ, સાબરકાંઠા-અરવલ્લીમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી 48 કલાકમાં દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદ પડશે. આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહિસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડશે.
ગુજરાતના અન્ય ભાગોમાં પણ આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે સંભાવના છે. હવામાન વિભાગ પ્રમાણે, વરસાદની સાથે સાથે કાંઠા વિસ્તારોમાં પ્રતિ કલાકે 65 કિલોમિટરની ઝડપે પવન ફૂંકાશે. જેથી માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા માટે સુચના આપી દેવામાં આવી છે.
મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ઉત્તર પૂર્વનું ડિપ ડિપ્રેશન લો-પ્રેશરમાં ફેરવાઈ રહ્યું છે. હાલમાં વરસાદની સિસ્ટમ ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ તરફ છે. ડિપ્રેશન 40 કિલોમીટરની ઝડપે આગળ વધે છે. સિસ્ટમ મુજબ વરસાદ મધ્ય ગુજરાતતી શરૂ થશે.
ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, સિદ્ધપુર, ડીસા, પાલનપુર, અમીરગઢ, બનાસકાંઠા, સાબરકાંઠામાં રક્ષાબંધનના દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો જોકે આગામી સમયમાં સારો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અને આગામી સમયમાં તોફાની વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. ગુજરાતમાં ઉત્તર ગુજરાતની સાથે વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નોંધાઈ શકે છે.
આજના દિવસમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના છે. 17મી તારીખે સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.