Gujarat ST Bus: રાજ્યમાં એસટી બસના અકસ્માતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નવસારીમાં એસટી બસને અકસ્માત નડ્યો તો વલસાડમાં એસટી બસ બંધ પડી ગઈ હતી. વિલ્સન હીલ પર્યટકોને લઈ જતી એસ ટી બસ ખોટકાઈ ગઈ હતી. પહાડના ઢોળાવ પર એસ ટી બસ બંધ પડી જવાને કારણે બસમાં સવાર મુસાફરોના જીવ અદ્ધર થયા હતા. બસ બંધ પડવાને કારણે અધવચે જ મુસાફરોને નીચે ઉતરવાની ફરજ પડી હતી.


બસ બંધ થઈ જતાં પર્યટકોએ ધક્કો પણ મારવો પડ્યો હતો. તો ગઈકાલે દાહોદ જિલ્લાના વેલપુરા ગામમાં બે બસ વચ્ચે અકસ્માત થયો હતો જેમાં 24 મુસાફરો ઘાયલ હતા. તો બસનો ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો હતો. તો જૂનાગઢના કેશોદના બસ સ્ટેશને પણ દુર્ઘટના ઘટી હતી. નારણભાઈ નામના વ્યક્તિ પોતાની દીકરીને બસમાં ચડાવવા આવ્યા હતા ત્યારે જ સોમનાથ-ગાંધીનગર રૂટની બસનું ટાયર નારણભાઈના પગ પર ફરી વળ્યું જેમાં નારણભાઈ ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા હતા.


એસટી બસ જ નહીં રાજ્યમાં માર્ગ અકસ્મતામાં પણ ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. નવસારીના ચીખલી ફડવેલ માર્ગ પર બે એસટી બસ વચ્ચે અકસ્માત થતા એકનું મોત થયું છે. પીપલખેડ જતી મીની બસ અને ઉમરકુઈ જતી બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં પીપલખેડના બસ ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે બસમાં સવાર 25થી વધુ મુસાફરો ઘાયલ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે ચીખલી રેફરલ અને આલીપોર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હા. આ ઘટના બાદ ચીખલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ધારાસભ્ય નરેશ પટેલે ઘાયલોની મુલાકાત લીધી હતી.


સુરતના નેશનલ હાઇવે 48 પર માંગરોળના નંદાવ નજીક અકસ્માતમાં એકનું મોત થયું છે. મુંબઈ થી અમદાવાદ જતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. નંદાવ બ્રીજ પર મોડી રાતે હાઇવે પર બંધ પડેલા ડમ્પર પાછળ આઇસર ટેમ્પો ભટકાયો હતો. જિલ્લા ટ્રાફિકની ટીમે કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને ભારે જહેમત બાદ કેબિન તોડી બહાર કાઢ્યો હતો, જે બાદ તેનું મોત થયું હતું.


વડોદરા અને રાજકોટમાં હજારો નાગરિકો રોગચાળાના ભરડામાં, તાવ, ઝાડા-ઉલટી, કોલેરાના સૌથી વધુ કેસ