કોરોનાની મહામારી બાદ હાલ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના વધતાં જતાં કેસે ચિંતામાં વધારો કર્યો છે. રાજકોટ જિલ્લાના એક નાનકડા ગામમાં ઘરે ધરે ચિકનગુનિયાના જેવા સમાન લક્ષણો ધરાવતી બીમારી વધતા  રોગચાળો ફરી એકવાર ચિંતાનું કારણ બન્યો છે.


રાજકોટના પડધરી તાલુકાના ઉકરડાના ગ્રામજનો ચિકનગુનિયા જેવા જ રોગથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.   રાજકોટના પડધરી તાલુકાના ઉકરડાના ગામમાં 400 જેટલા કેસ નોંધાયા છે.આ ગામમાં સતત કેસમાં વધારો થવા છતાં પણ આરોગ્ય તંત્ર નિષ્ક્રિય હોવાનો ગ્રામજનો આપેક્ષ કરી રહ્યાં ચે.


રાજકોટના પડધરી તાલુકાના ઉકરડા ગામમાં સતત આ કેસમાં વધારો થઇ રહ્યો છે. લોકોની એક જ સમાન ફરિયાદ જોવા મળી રહી છે. ચિકનગુનિયા જેવા રોગોમાં  સખત તાવ સાથે સાંધામાં દુખાવાની ફરિયાદ જોવા મળી રહી છે. મહત્વપૂર્ણ વાત તો એ છે કે ચિકનગુનિયાનો રિપોર્ટ નેગેટિવ આવવા છતાં પણ આ લક્ષણો દેખાતા આ રોગ શું છે તે સવાલ થવો સ્વાભાવિક છે.  ગામના લોકોનું કહેવું છે કે, હાલ ગામમાં 400થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સાંધામાં એટલો અસહ્ય દુખાવો થાય છે કે. દર્દી બેડ પરથી ઉભો નથી થઇ શકતો. આ બીમારીના કારણે ઘરે ધરે આ આ રોગના દર્દી જોવા મળી રહ્યાં છે.


આ રોગ શું છે અને કેવી રીતે ફેલાય છે તે અંગે આરોગ્ય વિભાગ દ્વારા પણ કોઇ પ્રકારનું માર્ગદર્શન ન અપાતા લોકો પરેશાન છે. લોકોને આક્ષેપ છે કે, આ સ્થિતિની આરોગ્ય તંત્ર પણ અવગણના કરી રહ્યું છે. આ સમસ્યા મુદ્દે ગામના સરપંચ અને ધારાસભ્યો સામે પણ ગ્રામજનોએ રજૂઆત કરી પરંતુ હજુ સુધી આ ગામને આરોગ્ય તંત્રની કોઇ મદદ ન મળી હોવાથી ગ્રામજનો લાચારીની સ્થિતિ અનુભવી રહ્યાં છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, આખરે ક્યાં રોગના કારણે આ સ્થિતિ છે. તે શોધવામાં આરોગ્ય તંત્ર પણ નિષ્ફળ ગયું છે.


ગ્રામજનોને આક્ષેપ છે કે, છેલ્લા દોઢ મહિનાથી ગામના લોકો  આ બીમારીથી પરેશાન છે પરંતુ આરોગ્યતંત્ર માત્ર બે વખત ગામમાં દવાનો છંટકાવ કરીને સંતોષ માની લીધો છે.