નવી દિલ્હીઃ ભારતીય કોસ્ટગાર્ડે મધદરિયે અરબી સમુદ્રમાં ઓપરેશન હાથ ધર્યું હતું. ભારતીય જળસીમામાં ઘૂસી ગયેલી પાકિસ્તાની બોટને કોસ્ટગાર્ડે ઝડપી લીધી હતી. પાકિસ્તાનની યાસીન નામની બોટમાં સવાર 10 પાકિસ્તાની નાગરિકોને પણ પોલીસે દબોચી લીધા હતા કોસ્ટગાર્ડે પકડેલા 10 પાકિસ્તાનીઓને પોરબંદર પોલીસને હવાલે કરવામાં આવ્યા છે.


એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાની બોટમાં સવાર લોકો અંધારામાં ભારતીય જળસીમામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પાકિસ્તાની બોટ સમુદ્રની ભારતીય સરહદમાં લગભગ 11 કિલોમીટર સુધી ઘૂસી આવી હતી. પાકિસ્તાની ક્રૂ મેમ્બર્સે જેવા ભારતીય કોસ્ટગાર્ડને જોયા કે તેઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ સફળ થઇ શક્યા નહોતા.


પાકિસ્તાની બોટમાંથી બે હજાર કિલોગ્રામ ફિશ અને 600 લીટર ઇંધણ જપ્ત કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બોટમાં સવાલ લોકો પાસે દસ્તાવેજ પણ નથી. બાદમાં તેઓને પૂછપરછ માટે પોરબંદર લઇ જવામાં આવ્યા છે.






પાકિસ્તાની બોટ પકડાયા બાદ કોસ્ટ ગાર્ડના ચીફ વીએસ પઠાનિયાએ નિર્દેશ આપ્યા હતા કે પાકિસ્તાન તરફથી થતી ઘૂસણખોરી રોકવા માટે પેટ્રોલિંગ વધારી દેવામા આવ્યું છે. સમુદ્રની સરહદથી ભારતમાં આતંકીઓ ઘૂસે તેવો ખતરો છે.


Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર


 


 


UP Elections 2022: યુપી BJPનું ચૂંટણી પોસ્ટર જાહેર, પાર્ટી Modi-Yogiના ચેહરા પર લડશે ચૂંટણી, જાણો શું સ્લોગન આપ્યું


 


GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા


 


 


સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે એ કેવડિયાનું નામ બદલીને શું કરાયું ? જાણો મહત્વના સમાચાર