અમદાવાદઃ ATS ગુજરાત સાથેના સંયુક્ત ઓપરેશનમાં, ભારતીય કોસ્ટ ગાર્ડે આશરે 350 કરોડની કિંમતનું આશરે 50 કિલો હેરોઈન વહન કરતી પાકિસ્તાની બોટ અલ સાકરને 06 ક્રૂ સાથે અરબી સમુદ્રના ભારતીય જળસીમામાં પકડી પાડી છે. વધુ તપાસ માટે બોટ જાળ (કચ્છ) ખાતે લાવવામાં આવી રહી છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના સત્તાધીશઓએ કહ્યું ઈન્ટરનેશનલ મેરિટાઈમ બાઉન્ડ્રી લાઇન નજીક આ ઓપરેશન પાર પાવામાં આવ્યું છે. આ પહેલા 14 સપ્ટેમ્બરે આશરે 200 કરોડ રૂપિયાના 40 કિલો હેરોઇનની પણ ખેપ પકડાઈ હતી.






અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે,જાણો શું છે કાર્યક્રમ


મિશન ગુજરાત 2022ને લઇને આમ આદમી પાર્ટી ખૂબ જ સક્રિયતાથી રાજ્યમાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત 2022ની વિધાનસભાની ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. આજે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે. જાણીએ શું છે સમગ્ર કાર્યક્રમ 


મિશન ગુજરાત 2022ને લઇને આમ આદમી પાર્ટી ખૂબ જ સક્રિયતાથી રાજ્યમાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત 2022ની વિધાનસભાની ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. આજે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે. જાણીએ શું છે સમગ્ર કાર્યક્રમ 


એકવાર ફરી દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે. આજથી 2 દિવસ તેઓ ભાજપના ગઢ ગુજરાતમાં સભા ગજવશે,. આ પહેલા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 01 અને 02 ઓક્ટોમ્બરે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે . ગુજરાત પ્રવાસ દરમિયાન તેણે ગાંધીધામ, જુનાગઢ, ખેડબ્રહ્મા , સુરેન્દ્રનગર સહિત ચાર જનસભાને સંબોધિત કરી હતી.


ભાજપના ગઢ ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આ વખતે વધુ રસાકસીભરી થઇ શકે તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મિશન ગુજરાત 2022 પર ફોકસ કરી રહી છે અને તાબડતોબ સભાને સંબોધી રહી છે. આજે એકવાર ફરી એકવાર ફરી દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે. તેઓ 8 ઓક્ટોબર અને 9 ઓક્ટબરે ગુજરાતમાં જુદી-જુદી જગ્યાએ જનસભાને સંબોધશે.