ગુજરાતમાં સરકારી નોકરીઓમાં 35 હજારની થશે ભરતી, જાણો ક્યા વિભાગોમાં કરાશે ભરતી ?
abpasmita.in
Updated at:
12 May 2019 11:11 AM (IST)
રાજ્ય સરકાર વર્ષ 2019-20માં વધુ 35 હજાર સરકારી જગ્યા પર ભરતી કરશે. આ પૈકીની મોટા ભાગની જગાઓ શિક્ષકો અને પોલીસની હશે
NEXT
PREV
ગાંધીનગરઃ ગુજરાતમાં યુવાનો માટે ખુશખબર છે કેમ કે રાજ્ય સરકાર મોટા પાયે સરકારી નોકરીઓમાં ભરતી કરશે. રાજ્ય સરકાર વર્ષ 2019-20માં વધુ 35 હજાર સરકારી જગ્યા પર ભરતી કરશે. આ પૈકીની મોટા ભાગની જગાઓ શિક્ષકો અને પોલીસની હશે. ઉપરાંત બોર્ડ નિગમો અને ગ્રાન્ટેડ સંસ્થાઓને પણ ખાલી જગ્યા ઝડપી ભરવાની સૂચના અપાઈ છે.
ગુજરાતમાં 2018માં માત્ર 15 હજાર જેટલી જગ્યાઓ ભરાતાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. સરકારે આચારસંહિતા ઊઠતાં જ પ્રક્રિયા શરૂ કરવા માટે ભરતી એજન્સીઓને તાકીદ કરી છે. રાજ્યમાં સરકારી આંકડા પ્રમાણે હજુ 4.16 લાખ શિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે.
રાજ્ય સરકારે 2014માં 10 વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડીને સરકારમાં વિવિધ વર્ગમાં 2.53 લાખ જગ્યાઓ ભરવાની જાહેરાત કરી હતી. આ પૈકી છેલ્લા 5 વર્ષમાં 1.18 લાખ જગ્યાઓ ભરાઇ છે. સરકારે દર વર્ષે નિવૃત્તિની સામે ખાલી પડનારી જગ્યાઓને ધ્યાને લઇને કેલેન્ડર બહાર પડાયું હતું પણ ડિસેમ્બર 2018 સુધીમાં 50 ટકા જગ્યા પણ ભરાઇ નથી.
બીજી તરફ યુવાનો પણ ખાનગીની સરખામણીએ સરકારી નોકરી પર પસંદગી ઉતારતા હોવાથી સરકારે ભરતી પ્રક્રિયામાં ઝડપ લાવવા ભરતી એજન્સીઓને સૂચના આપી છે. રાજ્ય સરકારે પોલીસ, શિક્ષકો સહિત વર્ગ-1થી3ની ખાલી જગ્યાઓ ભરવા પ્રક્રિયા શરૂ કરીને ડિસેમ્બર 2020 સુધીમાં નિમણૂક પત્રો આપી દેવા જણાવ્યું છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -