અમદાવાદ: એબીપી અસ્મિતાના ખાસ કાર્યક્રમ સત્યના પ્રયોગોમાં ગુજરાતના સીનિયર IPS અધિકારી  હસમુખ પટેલ જોડાયા હતા. આ દરમિયાન હસમુખ પટેલે પોતાની IPS બનવાની સફર અને અનેક જીવનની સાથે જોડાયેલા યાદગાર પળ વિશે ખૂબ જ વિગતવાર ચર્ચાઓ કરી હતી. હસમુખ પટેલે કહ્યું કે,  તેમનું IPS બનવું એક સંજોગ હતો.  


સત્યના પ્રયોગોમાં IPS અધિકારી હસમુખ પટેલ


સત્યના પ્રયોગોમાં IPS અધિકારી હસમુખ પટેલે કહ્યું કે આમ તો મારે ડૉક્ટર બનવું હતું, પિતા ડૉક્ટર હતા. ગામડામાં સરસ સેવાનું કામ કરતા હતા. પછી મેડકિલમાં એડમિશન ન મળ્યું એટલે સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન લઈ લીધું. M.E કરવાનું શરુ કર્યું. અંદરથી IAS બનવાની ઈચ્છા હતી. M.E  શરુ હતું ત્યારે વડોદરામાં મારા રુમ પાર્ટનર સાથે પહેલા ભણતા તેવા હર્ષવર્ધન ગુજ્જર કરીને સિવિલ સર્વિસની પરીક્ષા આપતા હતા. મારા રુમ પાર્ટનર હંમેશા કહેતા તેમને અંગ્રેજી આવડતુ નથી તેનાથી કઈ નહી થાય અમારી સાથે એમએસસી કરતા એ પણ છોડી દિધુ એટલે એમએસસી પણ ગયું.  




IPS બનવાની સફર અંગે વિગતવાર વાત કરી


એક દિવસ  હર્ષવર્ધન મળવા આવ્યા ત્યારે મારો રુમ પાર્ટનર હતો નહી, હું તેમને ચા પિવા માટે લઈ ગયો. મે તેમને કહ્યું આ પરીક્ષા ખૂબ જ અધરી હોય છે. તેમણે કહ્યું આ પરીક્ષામાં કોઈ દમ નથી હોતો, પરીક્ષા ગુજરાતીમાં લેવાય છે, ગ્રુપ ચર્ચા હોતી નથી, ઈન્ટરવ્યૂ હોય છે તે પણ તમે ગુજરાતીમા આપી શકો છો. આ રીતે પછી IASની તૈયારીઓ શરુ કરી.  મારો રેંક 92 હતો એ સમયે 65 આજુબાજુ IAS મળ્યું હતું. મારો તો IAS થવુ હતું પરંતુ રંજ તો છે.


સત્યના પ્રયોગોમાં હસમુખ પટેલે અનેક ઘટનાઓ વિશે વાત કરી


આ રીતે હસમુખ પટેલે સત્યના પ્રયોગોમાં પોતાના જીવન સાથે જોડાયેલી અનેક સત્ય ઘટનાઓ વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરી હતી.  હસમુખ પટેલે વધુમાં કહ્યું કે સુરતમાં નશાબંધીમાં જે કામ કર્યું ત્યારે સ્પષ્ટપટે હું માનતો થયો દારુબંધી કરવી, સુરતમાં કામ કર્યં તે ખૂબ જ સરસ હતું જો આપણે ઈચ્છીએ તો ચોક્કસ પણ દારુબંધીનો કડક અમલ કરાવી શકીએ છીએ.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial