Surendranagar Suicide Case: સુરેન્દ્રનગરમાં આજે એક ચોંકાવનારી ઘટના ટૉક ઓફ ધ ટાઉન બની છે, અહીં જિલ્લાના રાજપર જવાના રસ્તાં પર આવેલી નર્મદા કેનાલમાંથી બે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, વાત છે કે, આ બન્ને પતિ પત્ની હતા અને છૂટાછેડા બાદ એકબીજાને મળવા આવ્યા હતા ત્યારે એકાએક નર્મદા કેનાલમાં બન્નેએ મોતની છલાંગ લગાવી દીધી હતી.

Continues below advertisement

મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આજે એક દંપતિનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આ કપલના મૃતદેહનો બહાર કાઢ્યો હતો. વાત એમ છે કે, નર્મદા કેનાલમાં મોતી છલાંગ લગાવનારા આ દંપતિના થોડાક સમય પહેલા છૂટાછેડા થયા હતા. યુવક વઢવાણનો રહેવાસી છે અને યુવતી અમદાવાદની રહેવાસી છે. બન્નેના લગ્ન થયા હતા, પતિ પત્નીએ થોડાક સમયે પહેલા એટલે કે ચાર -પાંચ મહિના પહેલા બન્નેના છૂટાછેડા થયા હતા, જોકે, આ જે બન્ને એકાએક એકબીજાને મળ્યા હતા અને કેનાલમાં સજોડે કુદી ગયા હતા. જ્યારે તેઓ કેનાલમાં કુદ્યા ત્યારે કેડ પર પટ્ટો અને દુપટ્ટો બાંધીને જીવન ટુંકાવ્યુ હતુ. કેનાલ પાસે બાઇક અને બંનેનાં ચંપલો મળી આવ્યાં હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ દંપતિ રવિભાઇ વરુ અને આરતી સરૈયા છે. નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવ્યા આ ઘટનાની જાણ બી ડિવીઝન પોલીસ સ્ટેશનને થતાં, તરતજ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. સાથે સાથે પાલિકાની ફાયર ટીમ દ્વારા બંનેની શોધખોળ હાથ ધરી હતી. નર્મદા કેનાલમાં આ દંપતિએ કેમ મોતની છલાંગ લગાવી તેનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

Continues below advertisement

ઘર કંકાસમાં આપઘાત, 26 વર્ષીય ગર્ભવતી મહિલાએ કુવામાં ઝંપલાવ્યુ

રાજકોટમાંથી ફરી એકવાર ચોંકાવનારી આત્મહત્યાની ઘટના સામે આવી છે, એક ગર્ભવતી મહિલાએ ઘર કંકાસથી કંટાળીને જીવન ટુંકાવ્યુ દીધી છે, મહિલાએ ઘર કંકાસના કારણે કુવામાં ઝંપલાવ્યુ અને તેનો મૃતદેહ ત્રણ દિવસે મળી આવ્યો હતો. અત્યારે આ મૃતદેહને પૉસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ જિલ્લાના જેતપુરના જેતલસરન ગામની આ ઘટના છે, અહીં ગામના વાડી વિસ્તારમાં એક પરપ્રાંતીય દંપતિ રહેતુ હતુ, જે મધ્યપ્રદેશથી અહીં મજૂર અર્થે આવ્યુ હતુ, આ પરપ્રાંતીય દંપતિમાં મહિલા સગર્ભા હતી જેને કુવામાં ઝંપલાવ્યુ હતુ, આ મજૂર ગર્ભવતી મહિલાએ ઘર કંકાસના કારણે કૂવામાં પડીને આપઘાત કરી લીધો હતો.