Isudan Gadhvi on Harsh Sanghvi: નકલી ઈડી કેસમાં ઝડપાયેલા અબ્દુલ સતાર મુદે હવે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વાર પલટવારની રાજનીતિ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપના મીડિયા કન્વીનર ડૉ.યજ્ઞેશ દવેના આરોપો બાદ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ પણ પલટવાર કર્યો છે. નકલી ઈડી કેસમાં મુખ્ય આરોપી તરીકે અગાઉ બીજાનું નામ હોવાનો ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો છે.


ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો કે કચ્છ પોલીસે પ્રારંભિક તપાસમાં મુખ્ય આરોપી તરીકે પહેલા બીજાને દર્શાવ્યા હતા અને જો આમ આદમી પાર્ટીના નેતાઓની પૂછપરછ કરવામાં આવે તો ભાજપના નેતાઓની કેમ નહીં તેવો પણ ઈસુદાન ગઢવીએ સવાલ ઉઠાવ્યો છે. એટલુ જ નહીં કલેક્ટર ઓફિસ અને સાંસદની કેબિનમાં નકલી ઈડીનો આરોપી બેસતો હોવાનો પણ ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો છે.


ઇસુદાન ગઢવીએ શું કહ્યું....


આઇપીએસ અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે.


હર્ષ સંઘવીના ટ્વિટ પછી કચ્છના એસપીનું નિવેદન બદલાઈ જાય છે.


હર્ષ સંઘવીના ટ્વીટ પછી રાતોરાત આમ આદમી પાર્ટી વિરુદ્ધના પુરાવા કઈ રીતે આવી ગયા?


જ્યારે ગોપાલભાઈ ઇટાલીયાએ હર્ષ સંઘવીને ચેલેન્જ ફેંકી, ત્યારબાદ કચ્છના એસપીને ફોન કરીને ગોપાલભાઈને આ મુદ્દે ડરાવવાની કોશિશ શરૂ થઈ.


6000 કરોડના કૌભાંડ મુદ્દે સીઆર પટેલ અને હર્ષદ સંઘવી સહિત તમામ ભાજપના નેતાઓની પૂછપરછ થવી જોઈએ.


મોરબીમાં નકલી સીબીઆઈ અધિકારી પકડાયો તે ભાજપનો માણસ છે તો પછી સમગ્ર ભાજપ જેલમાં હોવી જોઈએ.


કચ્છમાં નકલી ED મુદ્દે એસપીએ શરૂઆતમાં સમગ્ર મામલામાં મુખ્ય આરોપી તરીકે કોઈ બીજાનું નામ લીધું હતું અને હવે બીજાનું નામ લઇ રહ્યા છે.


નકલી ED તરીકે પકડાનાર વ્યક્તિના ભાજપના સંસદ અને ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સાથે ફોટા છે પરંતુ તેમની કેમ પૂછપરછ થઈ રહી નથી?


કેટલાક સૂત્રોએ જણાવ્યું કે કલેક્ટર કચેરીમાં સાંસદની કેબિનમાં છેલ્લા ત્રણ મહિનાથી નકલી EDનો આરોપી બેસતો હતો.


શું સાંસદની કેબિનમાં બેસીને નકલી EDનો પ્લાન ઘડાયો?


6000 કરોડનું કૌભાંડ કરનાર ભુપેન્દ્રસિંહ ઝાલાએ અઢી લાખ રૂપિયા ભાજપને આપ્યા, એનો મતલબ કે આ કૌભાંડ ભાજપની દેખરેખ હેઠળ થયું છે.


આમ આદમી પાર્ટીને છંછેડનાર ભાજપની તમામ પોલો પુરાવા સાથે ખુલ્લી પાડવામાં આવશે. આમ આદમી પાર્ટી આવનારા સમયમાં પુરી રણનીતિ સાથે ગ્રાઉન્ડ પર ઊતરશે.


આ પણ વાંચો.....


મોદી સરકારમાં બાંગ્લાદેશને જવાબ આપવાની ત્રેવડ જ નથી', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે હિંદુઓ પરના હુમલા અંગે ઉઠાવ્યા સવાલ