Cyclone Latest Update: ચક્રવાત બિપરજોયને લઈને ગુજરાતમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એવી આશંકા છે કે અરબી સમુદ્રમાંથી આવતું આ વાવાઝોડું થોડા દિવસોમાં ગુજરાતમાં લેન્ડફોલ કરશે. આ વાવાઝોડું ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેની ચેતવણી હવામાન વિભાગ દ્વારા સતત આપવામાં આવી રહી છે. વાવાઝોડાને પગલે ગુજરાતના અનેક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ પડ્યો છે. જ્યારે 24 કલાકમાં રાજ્યના 29 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ખંભાળીયા તાલુકામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે, દ્વારકા તાલુકામાં ચાર, તો કલ્યાણપુરમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.


છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો


છેલ્લા 24 કલાકમાં ઉપલેટાના જામજોધપુરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં મેંદરડામાં અઢી ઈંચ વરસાદ


જૂનાગઢ તાલુકામાં અઢી ઈંચ વરસાદ


પોરબંદર, વંથલી અને કચ્છના માંડવીમાં બે બે ઈંચ વરસાદ


સાવરકુંડલા, ભાણવડ, જૂનાગઢ શહેરમાં પોણા બે ઈંચ વરસાદ


ખાંભા, લાલપુર, ધોરાજીમાં પોણા બે ઈંચ વરસાદ


માળીયા હાટીના, ભેંસાણમાં દોઢ દોઢ ઈંચ વરસાદ


તાલાલા, વિસાવદરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ


જામકંડોરણા, વેરાવળ, કેશોદમાં દોઢ દોઢ ઈંચ વરસાદ


ગીર ગઢડા, કુતિયાણામાં સવા ઈંચ વરસાદ


રાણાવાવ, રાજુલામાં સવા ઈંચ વરસાદ


માણાવદર, કાલાવડમાં એક એક ઈંચ વરસાદ


ઉના, વાંકાનેર, નખત્રાણામાં એક એક ઈંચ વરસાદ


અબડાસા, જામનગર, ગોંડલમાં એક એક ઈંચ વરસાદ


ભારે વરસાદની ચેતવણી:


14મી જૂને સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ સાથે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે.









16મી જૂને ઉત્તર ગુજરાત અને તેની નજીકના દક્ષિણ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ.