અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાત્રી કફર્યૂ હજુ પણ યથાવત રહે તેવી શક્યતા છે. ચારે મહાનગરોમાં રાત્રી કફર્યૂની સમય મર્યાદા ઘટાડાશે કે નહીં તેને લઈ આજે સ્પષ્ટતા થશે. આજે સવારે છ વાગ્યે ચારે મહાનગરોમાં રાત્રી કફર્યૂની મુદ્દત પૂર્ણ થઈ થઈ ગઈ છે.


દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસ વધતા અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા, સુરતમાં રાત્રી કર્ફ્યુ લાદવાનો સરકારે નિર્ણય લીધો હતો. રાતના દસ વાગ્યા બાદ રાત્રિ કર્ફ્યુનો અમલ થતો હતો. રાજ્ય સરકાર રાતના 11 વાગ્યા સુધી બજારો ખુલ્લા રહી શકે તેવી છુટછાટ આપી શકે છે.

રાત્રી કર્ફ્યુમાં છુટછાટ આપવા માટે હોટેલ, રેસ્ટોરંટ એસોસિએશને પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે. કોરોનાના રોજના કેસોની સંખ્યા 600 સુધી પહોંચ્યા છે. આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં રસીકરણનો શુભારંભ થવા જઈ રહ્યો છે.

અગાઉ રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યુમાં એક કલાકનો ઘટાડો કરીને રાતના દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રાખવાનો નિર્ણય કરાયો હતો.