મધ્ય ગુજરાતમાં પણ કોરોનાએ ફરી એક વખત ઉથલો માર્યો છે. વડોદરામાં વધતા કોરોનાના વ્યાપ વચ્ચે છેલ્લા 10 દિવસ 11 શિક્ષકો કોરોનાથી સંક્રમિત નીકળ્યા છે. વડોદરામાં DEO કચેરીના તાબા હેઠળની શહેર- જિલ્લાની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં સર્વે કરીને માહિતી મેળવતા ચોંકાવનારી હક્કીકત સામે આવી છે. 


10 દિવસમાં જિલ્લાની સ્કૂલોમાં 11 શિક્ષકો કોરોના સંક્રમિત નીકળ્યા છે. તો શિક્ષણ સમિતીની સ્કૂલના બે શિક્ષકોને પણ કોરોના પોઝિટીવ આવ્યા છે. શિક્ષકોને વિદ્યાર્થીઓથી અંતર રાખીને ભણાવવાની અને સ્ટાફ રૂમમાં પણ સોશલ ડિસ્ટસિંગ રાખીને બેસવાની શિક્ષકોને DEO કચેરી તરફથી સૂચના આપવામાં આવી છે. 


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 954  નવા કેસ નોંધાયા હતા જ્યારે 703  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈકાલે કોરોના સંક્રમણથી રાજ્યમાં બે લોકોના મૃત્યુ થયું છે. બંને મતૃકો અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા હતા.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4427 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,70,658 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.65 ટકા પર પહોંચ્યો છે. હાલ 4966  એક્ટિવ કેસ છે, જેમાંથી 58 લોકો વેન્ટિલેટર પર અને 4908  લોકો સ્ટેબલ છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


સુરત કોર્પોરેશનમાં 263, અમદાવાદ કોર્પોરેશનમાં 241, રાજકોટ કોર્પોરેશનમાં 80, વડોદરા કોર્પોરેશનમાં 92, સુરતમનાં 29, ભરૂચમાં 26, વડોદરામાં 17, ખેડામાં 15, આણંદ-જામનગર કોર્પોરેશન-મહેસાણામાં14-14, ભાવનગર કોર્પોરેશન-ગાંધીનગર કોર્પોરેશનમાં 12-12, કચ્છ-પંચમહાલમાં 10-10 કેસ   નોંધાયા હતા.


ક્યાં કેટલા લોકોએ આપી કોરોનાને મ્હાત ?


સુરત કોર્પોરેશનમાં 171, અમદાવાદ કોર્પોરેશનમાં 146, વડોદરા કોર્પોરેશનમાં 72, રાજકોટ કોર્પોરેશનમાં 68, સુરતમાં 23, ભરૂચમાં 5, વડોદરામાં 22, ખેડામાં 8, આણંદમાં 32, જામનગર કોર્પોરેશનમાં 6, મહેસાણામાં 5, ભાવનગર કોર્પોરેશનનમાં 8, કચ્છમાં 26, પંચમહાલમાં 16 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.


ક્યાં આજે ન નોંધાયો એક પણ કેસ


બોટાદમાં કોરોનાનો આજે એક પણ કેસ નોંધાયો નહોતો. જ્યારે પોરબંદર-નવસારી-ગીર સોમનાથામાં 1-1, વલસાડ-તાપી-જુનાગઢ-દેવભૂમિ દ્વારકામાં 2-2, નર્મદા-જુનાગઢ કોર્પોરેશન-ભાનવગર-બનાસકાંઠા-અરવલ્લીમાં 3-3 કેસ નોંધાયા હતા.