ગાંધીનગર: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામ આવ્યા છે. આજથી છ દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગના અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ આજથી આગામી 6 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હળવી થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ગુજરાતમાં વરસાદની આગાહી સાથે તાપમાનમાં ઘટાડો થવાની આગાહી પણ કરવામાં આવી છે.
આજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં માવઠાની શક્યતા છે. તો 13 મેએ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે. 14 મેના રોજ અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણાં ભાગોમાં આજે તથા આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કેટલાક ભાગોમાં વરસાદ સાથે હળવી થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ગુજરાતમાં વરસાદની આગાહી સાથે તાપમાનમાં ઘટાડો થવાની આગાહી પણ કરવામાં આવી છે.
આગામી 7 દિવસ સુધી વરસાદ થવાની સંભાવનાઓ
આકરી ગરમી વચ્ચે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યના કેટલાક ભાગોમાં આગામી 7 દિવસ સુધી વરસાદ થવાની સંભાવનાઓ છે.
ગુજરાતમાં વરસાદની સંભાવનાઓનું કારણ અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન છે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે. આજે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ તે જિલ્લાઓના નામ પણ જણાવવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટમાં આ બે દિવસ દરમિયાન વરસાદ થવાની સંભાવનાઓ છે. 16મી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 11થી 15 મે સુધી હળવા વરસાદની સાથે કેટલાક ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી રહેવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે. 14 અને 15મી મેના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છને છોડીને બાકીના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.