ઇડરઃ ઈડર પાવાપુરી જલ મંદિરના જૈન સાધુ રાજા સાહેબ રાજતિલક સાગરજીએ પોતાની સાથે પૂજા રૂમમાં બળજબરીથી સંપૂર્ણ નિર્વસ્ત્ર કરીને શરીરસુખ માણ્યું હોવાની સુરેન્દ્રનગરના વઢવાણની મહિલાએ ફરિયાદ કરતાં ખળભળાટ મચ્યો છે.


મહિલાએ ફરિયાદમાં લખાવ્યું છે કે, લંપટ જૈન સાધુએ તેને પૂજાના રૂમમાં બેસાડીને આંખમાં આંખ નાખી જોવાનું કહ્યું હતું. મહિલાએ તેમની વાત માની પછી તેમણે કહ્યું હતું કે, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું અને તારી દીકરીને પિતા તરીકેનુ સુખ આપવા માંગુ છું, તને આખી જિંદગી પત્ની બનાવીને મારી સાથે રાખીશ. દીકરીના સારા ભવિષ્યની લાલચ આપી તેમણે મહિલા સાથે શારીરિક છૂટછાટ લેવા માંડી હતી.

મહિલાનો આક્ષેપ છે કે, જૈન સાધુએ બંધ રૂમમાં મારી સાથે બળજબરી કરી મારી ઇચ્છા વિરૂધ્ધ શરીર સુખ માણેલું. મેં બૂમો પાડવાનો અને ભાગવાનો પ્રયત્ન કરતાં તેમણે મને બળજબરીથી પકડી રાખેલી અને મારી ઇચ્છા વિરૂધ્ધ મને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી મારી સાથે મારી ઇચ્છા વિરૂધ્ધ શરીર સુખ માણેલું.

મહિલાનો આક્ષેપ છે કે, સાધુએ ત્યારબાદ ધમકી આપેલી કે આ બાબતે બહાર જઇને કોઇને વાત કહીશ અથવા પોલીસ ફરિયાદ કરીશ તો મહિલાને અને તેની દીકરીને જાનથી મારી નાખીશ. ત્યાર બાદ મહિલા તથા તેની દીકરી ઉપાશ્રય છોડી ઘરે આવી ગયેલા હતા.

સાથે બળજબરીપૂર્વક જૈન મુનિએ શરીરસુખ માણ્યું હતું. બળાત્કાર કરી જૈન મંદિરની પવિત્ર જગ્યાને અપવિત્ર કરી બળાત્કારની વાત કોઇને કહીશ તો તને અને તારી દીકરીને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. આ ઘટના સાત વર્ષ પહેલાં બની હોવાનો મહિલાનો આક્ષેપ છે.

રાજ તિલક સાગરજી વિરૂધ્ધ ઇડર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ઈડર પોલીસે મંગળવારે મોડી રાત્રે ઈડરના રાણી તળાવ પાસે આવેલા પાવાપુરી જલ મંદિર ખાતેથી અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. તેમજ જૈન મુનિનો કોરોના રિપોર્ટ સહિતના ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.