આ અંગેની વિગતો એવી છે કે, જામજોધપુરમાં રહેતા અને દુકાન ચલાવતા મયુર રાજેશભાઈ ડાભી નામના વેપારીએ ખરીદી કરવા આવેલી સગીરા પર ત્રણ મહિના પહેલા બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ આ અંગે કોઈને જાણ કરશે, તો મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી ડરી ગયેલી સગીરાએ કોઇને આ અંગે જાણ કરી હતી.
આ પછી વેપારીની હિંમત વધી ગઈ હતી તેમજ તેમણે ફરીથી ધાક-ધમકી આપી અલગ અલગ દિવસે બે વાર પરાણે શરીરસુખ માણ્યું હતું. આમ, વેપારીની ધમકી અને બળાત્કારને પગલે સગીરા ડઘાઈ ગઈ હતી અને ગુમસુમ રહેવા લાગી હતી. આ અંગે માતાએ દીકરીની પૂછપરછ કરતાં માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
દીકરીએ વેપારીએ ધાક-ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવતાં સગીરાની માતાએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં આરોપી દુકાનદાર મયુર ડાભી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કાર અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી અટકાય કરી છે. તેમજ કોરોના રિપોર્ટ આવ્યા પછી તેની ધરપકડ કરાશે. ઉપરાંત ભોગ બનનાર સગીરાને તબીબી પરીક્ષણ માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.