જામનગરઃ લાલપુર બાયપાસ ચોકડી નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. સગર્ભા અને તેના બાળકને બાઈકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 2 વર્ષના બાળક અને ગર્ભમાં રહેલ બાળકનું મોત નીપજ્યું છે. એક સાથે બબ્બે સંતાનોના મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. 


Dwarka : બંધ પડેલી કાર સાથે બીજી કારનો થયો અકસ્માત, બેના મોત



દ્વારકાઃ  ઓખા મઢી નજીક ભીમરાણા પાસે કાર અકસ્માતમાં બેના મોત થયા છે. પોરબંદર તરફથી આવતી કારે બંધ પડેલ કારને અથડાવી  દેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક રાહદારી સહિત બેનાં મોત નીપજ્યા છે. બંને મૃતદેહો દ્વારકા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


દાહોદમાં બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મોત


દાહોદ લીમડી હાઇવે પર રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માતમા એકનું મોત થયું છે. જ્યારે 3 ઘાયલ થયા છે. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઝાલોદ તરફથી દાહોદ તરફ આવી રહેલા બાઇક ચાલકનું રિક્ષા સાથે અકસ્માત. છાપરી નજીક જમનાદાસ ફેક્ટરી સામે અકસ્માતની ઘટના બની. રીક્ષા ચાલક સહિત બેઠેલા 3 લોકો ઘાયલને સારવાર માટે ખસેડાયા. ઘટનાની  જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી. મૃતદેહ ને પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરાઈ.


Banaskantha : બનાસ નદીમાં વધુ એક યુવક ડુબ્યો, બે દિવસમાં 8 લોકો તણાયા ; 2 મૃતદેહ મળ્યા
બનાસકાંઠાઃ અમીરગઢ પાસે બનાસ નદીમાં વધુ  યુવક ડૂબ્યો હતો. મોડી સાંજે નદીમાં ન્હાવા પડેલ યુવકની લાશ બહાર કાઢવામાં આવી છે. આ સાથે એક અઠવાડિયામાં અમીરગઢ પંથકમાં નદીમાં ડૂબવાની ત્રીજી ઘટના સામે આવી છે. મામલતદાર નું જાહેરનામું હોવા છતાં પણ લોકો જીવના જોખમે નદીમાં ન્હાવા પડી રહ્યા છે.


ગઈ કાલે કાંકરેજના ઉંબરી બનાસ નદીમાં બે યુવકો ડૂબ્યા હતા. ઉંબરી ગામનાં વાલ્મિકી પરિવારના બે યુવકોમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. બનાસ નદીના પાણીના પ્રવાહમાં બે યુવાનો ડૂબ્યા હાત. ભારે જયમત બાદ એક યુવાનની લાશ નીકાળી બહાર. સ્થાનિક તરવૈયા અને તંત્રએ મોડી સાંજ સુધી યુવકની લાશ બહાર નીકળી ખસેડાઇ પી.એમ અર્થે. 13 વર્ષીય ઘટાડ નરસિંહભાઈ જ્યોતિભાઈનો મૃતદેહ નદીના પ્રવાહમાંથી મળી આવ્યો. અન્ય એક યુવકની મૃતદેહ ની શોધખોળ કરી શરૂ. બે દિવસમાં 8 લોકો બનાસ નદીમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. 


અગાઉ કાંકરેજના ઉંબરી ગામ પાસે નદીમાં ન્હાવા જતા બે યુવકો ડૂબ્યા હતા. ડીસાના છત્રાલા પાસે નદીમાં આધેડ ડૂબ્યો. આ પછી નદીના પ્રવાહમાં જતા વધુ ત્રણ યુવકો ડૂબ્યા હતા. બનાસનદીમાં બે દિવસ માં કુલ 8 લોકો ડૂબ્યા. તંત્રએ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરી છે.


નદીમાં ઊંડા ખાડા હોવાને કારણે ડૂબી જવાનો ભય રહે છે. તેમ છતાં લોકોએ બેદરકારી દાખવતા છેલ્લા બે દિવસમાં ન્હાવા પડેલા 8 લોકોએ જીવ ગુમાવ્યો. જો કે હજી સુધી માત્ર 2 લોકોના જ મૃતદેહ મળી આવ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા હાલ ડીસા બનાસ પુલ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.