જામનગરઃ કોરોના મહામારીને પગલે અનેક લોકોના ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે. ત્યારે જામનગરમાં બિઝનેસમેને કોરોનાને કારણે લાગેલા લોકડાઉનમાં ધંધો ઠપ્પ થઈ ગયા પછી આર્થિક ભીંસ વધતા આપઘાત કરી લીધો છે. જામનગરમાં કારખાનું ધરાવતા દિલીપભાઈ પટેલ નામના 40 વર્ષીય બિઝનેસમેને આપઘાત કરી લીધો છે. ઝેરી ટીકડા ખાઈને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની વધુ વિગતો એવી છે કે, દિલીપભાઈ પટેલ જામનગર સ્થિત કૈલાસનગર ખાતે આવેલા ગોકુલનગરમાં રહે છે. લોકડાઉના કારણે ધંધો ચાલતો ન હોવાથી ઘઉંમા નાંખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું મોત થયું છે. તેમણે ગઈ કાલે આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.