વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે જોકે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘નિસર્ગ’ વાવાઝોડું સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થાય તેવી સંભાવનાછે. ‘નિસર્ગ’ વાવાઝોડું ગુજરાતમાં નહીં ત્રાટકે. દમણ- મહારાષ્ટ્રની વચ્ચે વાવાઝોડું ત્રાટકશે. ત્યારે નારગોલમાં ધીમી ધારે વરસાદની પણ શરૂઆત થઈ ગઈ હતી અને સમુદ્રના પાણી કિનારા તરફ આપવા લાગ્યા હતાં.
તંત્રની સાવધાનીના ભાગરૂપે નારગોલ ગામના માછીમારો અને સ્થાનિક રહીશોને ગઈકાલે જ સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતાં. નારગોલ બીચ ખાતેના 100થી વધુ પરિવારને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતાં. લોકો તંત્રની સુવિધાઓથી સંતુષ્ટ છે પણ નિસર્ગ વાવાઝોડાને લઈને ચિંતિત છે.