ગાંધીનગર : ધોરણ 12 બાદ દેશની પ્રતિષ્ઠિત એંજીનિયરીંગ કોલેજમાં પ્રવેશ માટે લેવામાં આવતી JEEની મુખ્ય પરીક્ષા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં યોજાશે. જે માટે હાલ બીજી એપ્રિલએ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. જોકે આ અંગે સત્તાવાર જાહેરાત કરાઇ નથી, પરંતુ CBSCએ બીજી એપ્રિલે પરીક્ષા યોજવાની તજવીજ હાથ ધરી છે. JEEની પરીક્ષા ઓફ લાઇન અને ઓનલાઇન, એમ બે રીતે લેવામાં આવે છે. જેમાં ઓનલાઇન પરીક્ષા એપ્રિલના બીજા સપ્તાહમાં યોજાશે. વિદ્યાર્થીઓ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી 31 ડિસેમ્બર સુધી JEEની મુખ્ય પરીક્ષા માટે ઓનલાઇન નોંધણી કરાવી શકશે. ચાલુ વર્ષે રાજ્ય સરકારે એન્જિનરિંગમાં પ્રવેશ માટે JEEને મરજીયાત કરી છે, જેથી વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે.