રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે ગુજરાતના પ્રવાસે, જાણો આખો કાર્યક્રમ
abpasmita.in
Updated at:
22 Oct 2016 08:06 AM (IST)
NEXT
PREV
અમદાવાદ: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ આજે ગુજરાતના પ્રવાસે છે. જે માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આજે સાંજે રાષ્ટ્રપતિ ગાંધીનગર આવશે. તો 23મી તારીખે રાષ્ટ્રપતિના હસ્તે ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ અને અંકલેશ્વરની સરદાર પટેલ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ ઓ.પી.કોહલી, રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત સંત મોરારીબાપુ પણ ઉપસ્થિત રહેશે. તો રાષ્ટ્રપતિના આ પ્રવાસ દરમિયાન 2 દિવસ માટે ગાંધીનગર કલેક્ટરે જાહેરનામું પણ બહાર પાડ્યુંછે. આજે સાંજે પાંચ કલાકથી આવતીકાલે રાત્રે રાત્રે આઠ વાગ્યા સુધી ગાંધીનગરનો "જ" રોડ જાહેર જનતા અને પરિવહન માટે બંધ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -