દાહોદના ઝાલોદના કાઉન્સિલર હિરેન પટેલ હત્યા કેસમાં પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિત કટારાની પોલીસે ધરપકડ કરી છે. દાહોદના ઝાલોદના કાઉન્સિલર હિરેન પટેલ હત્યાની રાજકીય કારણોસર થયાનો ખુલાસો થયો છે. આ હત્યા ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાના ઈશારે હત્યા નિપજાવાઈ હોવાનો ખુલાસો થયો છે. જેના આધારે હવે પોલીસે પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિત કટારાની પોલીસે ધરપકડ કરી છે.


ત્રણ દિવસ પહેલા દાહોદ જિલ્લાના ઝાલોદમાં કોર્પોરેટર હિરેન પટેલની હત્યા મામલે ગુજરાત એટીએસએ ઇમરાન ગુડાલા નામના વ્યક્તિની ધરપકડ કરી છે. ઈમરાને અમિત કટારાના કહેવાથી હત્યા માટે સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો. અમિત કટારા કૉંગ્રેસના MLA ભાવેશ કટારાનો ભાઈ છે.

દાહોદના ઝાલોદમાં ગત સપ્ટેમ્બર મહિનામાં કોર્પોરેટર હિરેન પટેલની હત્યા કરીને તેને અકસ્માતમાં ખપવાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદમાં પોલીસે તપાસ કરતા મધ્ય પ્રદેશના ચાર અને ગુજરાતના બે લોકો મળી કુલ છ લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં મુખ્ય આરોપીઓ ફરાર હતા. આ આરોપીને શોધવા માટે ATS લાગી ગઈ હતી. આ દરમિયાન ATS ટીમને માહિતી મળી હતી કે મુખ્ય આરોપી ઇમરાન હરિયાણાના મેવાતમાં છૂપાયો છે. અહીંથી એટીએસે તેની ધરપકડ કરી હતી.

ઇમરાનની પૂછપરછ શરૂ કરતા અનેક ખુલાસા થયા હતા. ઇમરાને કૉંગ્રેસના MLA ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાના કહેવાથી અન્યને હિરેન પટેલની હત્યા માટે સોપારી આપી હતી. અમિત કટારા અને ઇમરાન ખૂબ જ સારા મિત્રો હોવાથી અમિતે ઇમરાન અને અજય કલાલને હિરેન પટેલનો ખેલ ખતમ કરવાનું કામ સોંપ્યું હતું.