ભાવનગરઃ મહુવામાં 2018ના ગુનામાં સગીરા પર બળાત્કાર આચરનાર આરોપીને કોર્ટે સખત કેદની સજા સાંભળાવી છે. મહુવાના શાંતિનગર ગામમાં 2018માં પ્રવીણ પીપળીયા નામના આરોપીએ સગીરાનું અપહરણ કરી જુદી જુદી જગ્યા તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

આજે મહુવાની પોસ્કો કોર્ટમાં પોસ્કો એક્ટ સહિતના ગુનાઓ સાબિત થતા એમ. એસ. સિંધીએ પ્રવીણ પીપળીયા નામના આરોપીને 10 વર્ષની સખત કેદની સજા અને 5 હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.