ગાંધીનગર : ફિલ્મ કાશ્મીર ફાઇલ્સને લઈને આજકારલ ખુબ ચર્ચાઓ થઇ રહી છે. રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા થતા હવે આ મુદ્દે રાજકારણ પણ થઇ રહ્યું છે. ગઈકાલે 24 માર્ચે અરવિંદ કેજરીવાલે આ ફિલ્મને લઈને દિલ્લી વિધાનસભામાં ભાજપ પર પ્રહારો કર્યા, તો આજે રાજ્યના શિક્ષણ મંત્રી અને ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા. 


કેજરીવાલ એન્ડ કંપની નાટક કંપની : જીતુ વાઘાણી
કાશ્મીર ફાઇલ્સ મામલે આમ આદમી પાર્ટીએ કરેલા આક્ષેપો અંગે સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે જુઠ્ઠી દેશભક્તિ અને જુઠ્ઠી વાત કેજરીવાલે કરી છે.કાશ્મીર ફાઇલ્સ તથ્ય અને સત્ય આધારિત ફિલ્મ છે. આજે કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ રહી છે ત્યારે શાંતિમાં પલિતો ચાંપવાનું કામ કેજરીવાલ એન્ડ કંપની કરી રહી છે.કેજરીવાલ એન્ડ કંપની નાટક કંપની છે.


તમેને કોઈ દિલ્લી માંથી કાઢી મૂકે તો?
જીતુ વાઘાણીએ કહ્યું કે કાશ્મીરમાંથી પંડિતોને બરબરતા પૂર્વક કાઢી મુકવામાં આવ્યાં હતા અને તેઓ દિલ્લીમાં કેવી રીતે રહ્યા તે આપણે જોયું છે.એક કુટુંબ પરિવાર જ્યા રહેતું હોય વ્યવસાય કરતું હોય તેમની માલ મિલકત હોય અને અચાનક કોઈ કાઢી મૂકે, તમેને કોઈ દિલ્લી માંથી કાઢી મૂકે તો?


પંડિતો પરની બરબરતા શુ જુઠ્ઠી હતી?
જીતુ વાઘાણીએ કહ્યું કે કેજરીવાલ ગુજરાતમાં આવીને આવા પરિવારોને મળે. મીડિયાના મિત્રોએ અને પોલિટિકલ પાર્ટીઓએ પંડિતોને પરિવારોની મુલાકત લીધી છે એ શું જુઠ્ઠી છે? હવે આ કેજરીવાલની નાટક કંપની ખુલ્લી પડી ગઈ છે


અહીં અનેક વિરોએ શહાદત વહોરી છે :  જીતુ વાઘાણી 
આ સાથે જ જીતુ વાઘાણીએ કહ્યું કે કાશ્મીરમાં જઈ ઝંડો ફરકાવનાર નરેન્દ્ર મોદી હતા.દેશના જવાનો અને ફોજનું મનોબળ તોડવાનો કેજરીવાલને કે કોઈને અધિકાર નથી. આજે લશ્કર આતંકવાદીઓ ને દબાવી તેમની શાન ઠેકાણે લાવી રહ્યું છે. ત્યારે આ પ્રકારની વાતો કેજરીવાલ કરે છે. કેજરીવાલ બતાવે કે તેમના ક્યા વાહકોએ બલિદાન આપ્યા? અહીં ગાંધીજી અને સરદાર પટેલ જન્મ્યા છે. અહીં અનેક વિરોએ શહાદત વહોરી છે.