સુરેન્દ્રનગરઃ લખતરના ઓળક પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. અમદાવાદનો પરિવાર હવનમાં આવી રહ્યો હતો, ત્યારે અકસ્માત સર્જાયો હતો. અન્ય બે વ્યક્તિને ગંભીર ઇજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર સી.યુ. શાહ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા છે. 


આ અંગેની વિગતો એવી છે કે, સાઇડ કાપવા જતાં કાર સામેથી આવતા ગોપાલ નમકીનના ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અમદાવાદનો પરિવાર વઢવાણ તાલુકાના દેદાદરા ગામે હવનમાં આવી રહ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે વ્યક્તિઓને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ લઇ જવાયા છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. 


ગાંધીનગર: ગુજરાત(GUJARAT)નાં ચોમાસા(Monsoon)ની સિઝન શરૂ થાય ત્યારથી ખરાબ રોડ રસ્તાને લઈને લોકોની ફરિયાદો આવવા લાગે છે. દર વર્ષે વરસાદને કારણે રોડ રસ્તા  પર ખાડા પડી જાય છે તો ક્યાંક તો રોડ જ ધોવાઈ જાય છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો પણ ઉદભવે છે. જેને લઈને લોકોમાં ભારો રોષ જોવા મળે છે. દર વર્ષે સર્જાતી આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આજે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે.


આ અંગે માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણશ મોદીએ આજે ગૃહમાં જણાવ્યું કે, વરસાદના કારણે જે રોડ-રસ્તા વિસ્તારમાં પાણી ભરાતું હશે એટલા ભાગના રોડને આરસીસી કરવામાં આવશે. આ ઉપરાંત વરસાદી પાણી ભરાવવાના કારણે જ્યાં ડામરનો રોડ તૂટવાની ઘટનાં બને છે ત્યાં પણ આરસીસી બનાવવામાં આવશે. આજે પ્રશ્નોતરી દરમિયાન નિરંજન પટેલના સવાલ પર માર્ગ મકાન મંત્રી પૂર્ણશ મોદીએ આ જવાબ આપ્યો હતો.


 હેલ્મેટને લઈન હાઈકોર્ટની ગુજરાત સરકારને ટકોર


અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર ટ્રાફિકના નિયમો કડક થાય તેવા સંકેતો મળી રહ્યા છે. આજે ગુજરાત હાઈકોર્ટમાં સરકારે હેલ્મેટના પાલન મુદ્દે ખાતરી આપી હતી. ત્યારે હવે હેલ્મેટ પહેર્યા વગર બાઇક લઈને નીકળતાં હોય તો ચેતી જજો. નહીંતર પોલીસ દંડ ફટકારશે.


હેલ્મેટ પહેરવાના નિયમનો કડકાઈથી અમલ કરવાના સંકેત મળી રહ્યા છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને કહ્યું, હેલ્મેટના કાયદાનું કડકાઇથી પાલન કરાવો. લોકોની સુરક્ષાની બાબતની અમલવારી થવી જ જોઈએ. શા માટે સરકાર ઢીલાશ રાખે છે? ત્યારે સરકારી વકીલે કોર્ટને ખાતરી આપી કે, નિયમની કડક અમલવારી કરાવાશે. આ પહેલા ચૂંટણી વખતે હેલ્મેટનો મુદ્દો ઉઠ્યો હતો. આર.સી. ફળદુએ હેલ્મેટ મરજિયાતનું કહ્યું હતું. પછી મામલો કોર્ટમાં પહોંચતા સરકારે યુ ટર્ન લીધો હતો અને હેલ્મેટ ફરજિયાત જ હોવાનું કોર્ટને કહ્યું હતું.