જૂનાગઢઃ  જૂનાગઢ કોર્પોરેશનની તમામ 59 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે. જેમાંથી 54 બેઠકો પર ભાજપે જીત મેળવી લીધી છે. જ્યારે ચાર બેઠક પર કોંગ્રેસ અને એક બેઠક પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે.


જૂનાગઢમાં સતત બીજીવાર જીત મેળવીને ભાજપે જીત મેળવીને અહીંનો બીજી વાર સત્તા નહીં મળતી હોવાની માન્યતા તોડી નાંખી છે. એટલું જ નહીં, સૌથી વધુ સીટો જીતવાનો પણ ઇતિહાસ ભાજપે જૂનાગઢમાં રચી દીધો છે.


હવે સૌની નજર જૂનાગઢના મેયર કોણ બનશે તેના પર મંડાયેલી છે. ગત 21મી જુલાઇના રોજ 14 વોર્ડની 56 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.  આ ચૂંટણીમાં BJPના 57 તો કોંગ્રેસના 49 ઉમેદવારો મેદાને છે. આ સાથે NCPના પણ 25 ઉમેદવરો મેદાને છે. એટલું જ નહીં, 26 અપક્ષ ઉમેદવારો પણ લડી ચૂંટણી લડ્યા હતા. 

જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ જાહેર થાય તે પહેલા જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા જીતનો દાવો કરી દેવામાં આવ્યો હતો. મતગણતરી શરૂ થાય તે પહેલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ મત ગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા હતા.