Junagadh : જૂનાગઢની વિવેકાનંદ વિદ્યાલય ખાતે ગઈકાલે 15 મે રવિવારના રોજ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ-3ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ પેપરનું સીલ તુટેલું હોવાનો આક્ષેપ કરતાં હોબાળો મચી ગયો હતો. ત્યાર બાદ જિલ્લા પંચાયત વિભાગના અધિકારીઓ શાળાએ પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો.બાદમાં જે ચોક્કસ એક ક્લાસના વિદ્યાર્થીઓને સિલ તૂટેલ પેપર મળેલ તેમને વધુ 5  મિનિટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.


આજે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીએ આ સમગ્ર બાબતે સ્પષ્ટતા કરતા નિવેદન આપ્યું છે. જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મિરાત પરીખ  દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટેકનિકલ ખામીના કારણે ટ્રાન્સપોર્ટેશનમાં  કેટલાક પેપરના સીલ તૂટયા હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પરીક્ષા  પૂર્વે કોઈપણ ગેરરીતિ સર્જાઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું નથી. મહત્વનું છે કે ગઈકાલ ની પરીક્ષા દરમિયાન જુનાગઢ સેન્ટર ઉપર કુલ 7000 પરીક્ષા આપવાના હતા તેમાંથી 3100 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા.


NTAએ લંબાવી NEET-UG માટે અરજીની અંતિમ તારીખ
NEET UG 2022:NTA  દ્વારા NEET-UG - 2022 માટે અરજી કરવાની અંતિમ તારીખ લંબાવી છે. આ પરીક્ષામાં સામેલ થવા ઈચ્છુક ઉમેદવારો હવે 20 મે, 2022 સુધી પોતાની અરજી કરી શકશે. આ પહેલા NTAએ પરીક્ષા માટે અરજી કરવાની અંતિમ તારીખ 15 મે, 2022 નક્કી કરી હતી. હવે તેને આગળ વધારવામાં આવી છે. હજુ સુધી જે ઉમેદવારોએ  NEET-UG - 2022 માટે અરજી નથી કરી તેઓ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જઈને ઓનલાઇન માધ્યમથી જમા કરાવી શકે છે.


NTAએ જાહેર કર્યુ નોટિફિકેશન
NTA દ્રારા તારીખ લંબાવવાને લઈ સત્તાવાર નોટિસ જાહેર કરવામાં આવી છે. મહાનિર્દેશક સશસ્ત્ર બળ ચિકિત્સા સેવા કાર્યાલયની અરજીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. NEET UG 2022 પરીક્ષાનું આયોજન નિર્ધારીત સમય 17 જુલાઈના રોજ કરાશે. જાણકારી મુજબ અત્યાર સુધીમાં 11 લાખથી વધારે ઉમેદવારોએ અરજી કરી છે. આ સંખ્યા ગત વર્ષ કરતાં ઓછી છે.