જૂનાગઢ: જૂનાગઢના ડોલી મજદૂર મંડળે હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે, જેમાં અરજદારોએ રજૂઆત કરી છે કે જૂનાગઢમાં રોપ વે શરૂ કરવામાં આવશે તો ડોલી ઉઠાવનારાઓનો પરંપરાગત રોજગાર છીનવાઈ જશે. જેના કારણે આવા સંજોગોમાં તેમને વૈકલ્પિક કામ મળી રહે તેવી જોગવાઈ રાજ્ય સરકારે કરવી જોઈએ. આ સાથે જ ડોલી ઉઠાવતાં મજૂરોના રિહેબીલીટેશન માટે પણ સરકારે પગલાં લેવા જોઈએ. હાલ આ મામલે થયેલી પિટિશનમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટીસ ફટકારી છે. આ અંગે વધુ સૂનવણી દિવાળી વેકેશન બાદ એટલે કે નવેમ્બર મહિનામાં હાથ ધરવામાં આવશે.