જૂનાગઢઃ જૂનાગઢના ભેસાણ પંથકમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને રળવાનો વારો આવ્યો છે. વધારે વરસાદ પડતા રોપ સુકાઈ જતા ડુંગળીના પાકને ભારે નુકસાન થુયં છે. તો બીજી તરફ ગત વર્ષે નાસિકમાં ડુંગળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ જતા સરકારે નિકાસ ચાલુ રાખી હતી.

ત્યારે ડુંગળી પ્રતિ 20 કિલોના ભાવ 500થી લઈ 3 હજાર સુધી બોલાતા હતા. જેના પગલે આ વર્ષે ખેડૂતોએ બમણું વાવેતર કર્યું. જો કે સરકારે નિકાસ બંધ કરતાં હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે હવે ડુંગળી ખરીદવા કોઈ તૈયાર નથી. માર્કેટિંગ યાર્ડમાં પણ ઓછા ભાવ મળતા ખેડૂતોની ડુંગળી પડી રહી છે. જેના કારણે પશુઓને ડૂંગળી ચરાવવાનો વારો આવ્યો છે.

બીજી તરફ રાજ્યમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ભારે વરસાદને કારણે અનેક ખેડૂતોના ખેતર ધોવાઈ ગયા છે. ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે.

રાજયમાં 28 તારીખ સુધી ભારે વરસાદની શક્યતા નહીંવત છે. જો કે, બંગાળની ખાડીમાં સર્જાયેલા વેલમાર્ક લો પ્રેશરના કારણે 29 તારીખે રાજયમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. રાજયમાં અત્યાર સુધીમાં સીઝનનો 107 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.