Junagadh: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. તેમણે જય ગિરનારીના નાદ સાથે સંબોધનની શરૂઆત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગિરનારની ધરતી પર આવું એ મારુ સૌભાગ્ય છે. સંતો-વડીલોને મારા પ્રણામ, તમારો આ પ્રેમ, આશીર્વાદ મારી મૂડી છે. તમારા આપેલા સંસ્કારથી આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગે છે. આ ચૂંટણી સામાન્ય ચૂંટણી નથી. મારુ મિશન દેશને આગળ લઈ જવાનું છે.






‘કોગ્રેસ ફરી કલમ 370 લાગુ કરવા માંગ છે’


દરમિયાન વડાપ્રધાને કોગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કાશ્મીરમાં 370 કલમ ફરી લાગૂ કરવાનો કોંગ્રેસનો એજન્ડા છે. કશ્મીરમાં કોંગ્રેસ ફરી કલમ 370 લાગુ કરવા માંગે છે. કોગ્રેસ સીએએ હટાવવા માંગે છે. કોંગ્રેસના સાંસદ દક્ષિણ ભારતને અલગ કરવાની માગ કરે છે. કોંગ્રેસના લોકોને વિભાજનની માનસિકતા વિરાસતમાં મળી છે. કોંગ્રેસને ગુજરાત માટે ખૂબ નફરત છે. ગુજરાતના દરિયાકિનારે એવા અનેક ટાપુઓ છે જ્યા કોઈ નથી રહેતુ. કોંગ્રેસ આવા નિર્જન ટાપુઓનો સોદો કરવાની પેરવીમાં છે. કોંગ્રેસની ખતરનાક વિચારધારાથી દેશને સાવધાન રહેવું જોઈએ.






‘કોંગ્રેસે હંમેશા રામ મંદિરનો વિરોધ કર્યો’


વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસના શાસનમાં જવાનો શહીદ થતા હતા. દિલ્હીથી સીમા પાર કાર્યવાહી કરવા માટે મંજૂરી મળતી નહોતી. કોંગ્રેસ પોતાનો નકાબ હટાવી અસલી રંગમાં આવી ગઈ છે. 500 વર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બન્યુ છે. કોંગ્રેસે હંમેશા રામ મંદિરનો વિરોધ કર્યો છે. કોંગ્રેસે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ સ્વીકાર્યું નહોતું. કોંગ્રેસ ભગવાન રામને હરાવી કોને જીતાડવા માંગે છે.


વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને ત્રણ પડકારો ફેંક્યા હતા. વડાપ્રધાને કહ્યુ કે કોંગ્રેસ લેખિતમાં આપે કે દેશના બંધારણમાં તે કોઈ છેડછાડ કરશે નહી. બંધારણ બદલી ધર્મના આધારે મુસ્લિમોને અનામત આપશે નહીં. ST, OBCનો કૉંગ્રેસ અનામતનો અધિકાર છીનવશે નહીં. મારા ત્રણ પડકારોને કૉંગ્રેસ દેશને લેખિતમાં ગેરન્ટી આપે. મારા પડકાર પર કોંગ્રેસના નેતાઓ ચૂપ છે. કોંગ્રેસની નિયતમાં ખોટ છે.