Lok Sabha Election: આગામી 7મી મેએ ગુજરાતમાં તમામ 26 બેઠકો પર મતદાન યોજાવાવાનું છે, ત્યારે અત્યારે પીએમ મોદી ગુજરાતની અંદર સતત બે દિવસથી પુરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે, ગઇકાલે ઉત્તર ગુજરાત બાદ આજે પીએમ મોદી સૌરાષ્ટ્રમાં સભાઓ ગજવી રહ્યાં છે. આજે સુરેન્દ્રનગરમાં કરેલી સભામાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને પોતાની સરકારની જવલંત સિદ્ધિઓ લોકોની સામે ઉજાગર કરી હતી, આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, અમે દેશને સશક્ત બનાવવા માટેનું કામ કર્યુ છે. 


સુરેન્દ્રનગરમાં પીએમ મોદીએ ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યું કે, આજે દેશ પ્રગતિ કરી રહ્યો છે ભારતે કોરોનાનો મજબૂતીથી સામનો કર્યો છે. કોંગ્રેસે પર આકરા પ્રહાર કરતાં પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસે હંમેશા માટે વૉટ બેંકના કારણે રામ મંદિર બનવા ના દીધું. હવે 500 વર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિર બન્યું. અમારી સરકારે જે કીધું તે કરી બતાવ્યુ છે. કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ સ્વીકાર્યું નહીં. 


પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ રામભક્તો અને શિવભક્તોમાં ભેદ ઉભો કરે છે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદન પર પીએમનો પલટવાર જોવા મળ્યો. તેમને કહ્યું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે બદઈરાદે નિવેદન આપ્યુ, કોંગ્રેસ રામ ભક્તો અને શિવ ભક્તોમાં ભેદ ઉભો કરે છે. મલ્લિકાર્જૂન ખડગેના નિવેદન પર પીએમ મોદીએ પ્રહાર કરતાં જણાવ્યું કે, કોંગ્રેસ હવે હિન્દુઓની આસ્થામાં પણ ભેદભાવ ઉભો કરે છે. કોંગ્રેસ ધર્મના આધારે રાજનીતિ કરી રહ્યું છે. ''કોંગ્રેસ અધ્યક્ષે રામ અને શિવને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું'' - કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં કોંગ્રેસનો નહીં પણ મુસ્લિમ લીગનો પંજો છે. 


પીએમ મોદીએ કૉંગ્રેસ સામે આ સભામાં ત્રણ મોટા પડકારો પણ ફેંક્યા, કોંગ્રેસ લેખિતમાં આપે કે દેશના બંધારણમાં તે કોઈ છેડછાડ ના કરે. બંધારણ બદલી ધર્મના આધારે મુસ્લિમોને અનામત નહીં આપે. ST, OBCનો કૉંગ્રેસ અનામતનો અધિકાર નહીં છીનવે. કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં તે વૉટબેંકની રાજનીતિ નહીં કરે. મારા ત્રણ પડકારોને કૉંગ્રેસ દેશને લેખિતમાં ગેરેન્ટી આપે. પીએમે કહ્યું કે, 9 દિવસ પહેલા મે કોંગ્રેસને ત્રણ પડકાર આપ્યા હતા, કોંગ્રેસની નિયતમાં ખોટ છે. બંધારણ માટે મારું સમર્પણ કેવું છે એ તમને યાદ હશે. હું ધૂમધામથી બંધારણની 75મી વર્ષગાંઠ મનાવીશ.