Junagadh Mahanagar Palika Election: આજે સવારથી ચૂંટણીનું પરિણામ આવવાનું શરૂ થઇ ચૂક્યુ છે. લૉકલ બૉડી ઇલેક્શનમાં આજે એકમાત્ર મહાનગર પાલિકા એટલે કે જુનાગઢ મહાનગર પાલિકામાં ભાજપે જીતની શરૂઆત કરી દીધી છે. અત્યાર સુધી ભાજપે અહીં 60માંથી 16 બેઠકો પર જીત મેળવી લીધી છે. 


તાજા આંકડા પ્રમાણે, શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપની જીત દેખાઇ રહી છે. જુનાગઢ મહાનગર પાલિકામાં કુલ 60 બેઠકો છે, જેના પર અત્યાર સુધી 16 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જુનાગઢ મનપામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો છે. આ ઉપરાંત જુનાગઢ મનપામાં વોર્ડ નંબર-5માં ભાજપની પેનલનો વિજય થયો છે અને જુનાગઢમાં ભાજપને બિનહરીફ સહિત અત્યાર સુધીમાં મળી 16 બેઠક મળી છે. જુનાગઢ મહાનગરપાલિકાની મત ગણતરી આજે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી એન્જિનિયરિંગ કોલેજ બિલ્ડિંગમાં ચાલી રહી છે. 


જુનાગઢ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટેન્ટેટીવ 44.32 ટકા અને જિલ્લાની નગરપાલિકાઓમાં 66.63 ટકા મતદાન થયું હતું. જિલ્લાની નગરપાલિકાઓમાં બાટવા 59.36, માણાવદર 56,માંગરોળ 67.20, વિસાવદર 65.54, વંથલી 69.45 અને ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં 79.45 ટકા એમ સરેરાશ અંદાજિત 66.63 ટકા  મતદાન શાંતિમય રીતે સંપન્ન થયું હતુ. વંથલી તાલુકા પંચાયત કણજા બેઠકની પેટા ચૂંટણીમાં 50.74 ટકા મતદાન થયું હતું.


અનુમાનો ખોટા
જુનાગઢ મનપાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી આધારે પરિણામોનું અનુમાન જુનાગઢની જનતા સાચુ કરવા દેતી નથી તે મનપાની વર્ષ ર019ની ચૂંટણીમાં પુરવાર થયું હતું. તેમાં સૌથી વધુ મતદાન અને સૌથી ઓછું મતદાન બંનેમાં ભાજપને ફાયદો થયો હતો. મનપાની ગત સામાન્ય ચૂંટણીમાં સૌથી વધુ મતદાન વોર્ડ નં.1માં 66.36 ટકા અને સૌથી ઓછું મતદાન વોર્ડ નં.11માં 36.20 ટકા થયું હતું તેમ છતાં બંને વોર્ડમાં ભાજપની પેનલો વિજેતા થઇ હતી તે ચૂંટણીમાં સરેરાશ 49.68 ટકા મતદાન થવા છતાં ભાજપને પ4 બેઠકો મળી હતી. રાજકીય પંડિતો ઓછા મતદાનથી કોંગ્રેસને ફાયદો અને વધુ મતદાનથી ભાજપને ફાયદોના ગણિત માંડતા હતા પણ હવે મતદારોમાં જાગૃતિ આવી છે અને શિક્ષિત લોકો પણ મતદાન કરવા આગળ આવી રહ્યા છે તેથી ટકાવારીના આધારે  પરિણામનો અંદાજ ખોટો ઠરે છે. 


આ પણ વાંચો


Local Body Election Result: માણસામાં ખુલ્યુ ભાજપની જીતનું ખાતું, વૉર્ડ નંબર-1 પેનલનો વિજય