જૂનાગઢ: જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ હતો. આજે પ્રચાર પડઘમ શાંત થયા છે. પ્રચાર પડઘમ શાંત થયા પહેલા ઉમેદવારોએ ઢોલ નગારા સાથે પ્રચાર કર્યો હતો. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ કૉંગ્રેસના નેતાઓ પ્રચારમાં જોડાયા હતા.

જૂનાગઢના અલગ-અલગ વોર્ડમાં કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રચાર કર્યો હતો. જૂનાગઢમાં કોંગ્રેસને વધુ બેઠકો મળશે તેવો અમિત ચાવડાએ દાવો કર્યો છે. ભાજપમાંથી ગોરધન ઝડફિયા, જવાહર ચાવડા, રાજેશ ચુડાસમા અને નીતિન ભારદ્વાજ સહીતના નેતાઓએ પ્રચાર કર્યો હતો. NCP માંથી પણ રેશ્મા પટેલ સહીત સ્થાનિક કાર્યકરોએ પ્રચાર કર્યા હતો.

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું આગામી 21મી તારીખે મતદાન યોજાશે.