દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી, નર્મદા અને છોટાઉદેપુરમાં 20 અને 21 તારીખે વરસાદ પડશે. ઉત્તર-પૂર્વ અરેબિયન દરિયામાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં તેની અસર સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં 24 ટકા જેટલો વરસાદ પડયો છે.
સામાન્ય રીતે બંગાળની ખાડીમાં ઉભા થતા લો પ્રેશર કે ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતમાં વરસાદ પડતો હોય છે. પરંતુ આ વખતે આ સિસ્ટમ સક્રિય ન થતાં ગુજરાતમાં વરસાદ ન પડી રહ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.