વલસાડઃ વલસાડના ઉમરગામ પાસે આવેલા કરજ ગામ નજીક 100 એકર જમીનમાં બનનારા મધુરા કાર્બન લિમિટેડના વિરોધમાં 24 ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. જાહેર લોક સુનાવણીમાં 420 લોકોએ એક સાથે આત્મવિલોપનની ચિમકી આપી હતી. જીપીસીબી અને મધુરા કાર્બન લિમેટેડ કંપની દ્વારા બનાવવામાં આવતા કાર્બન પ્રોડક્ટ અને પાવર પ્રોજેક્ટનો ગામ લોકો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. 25 ગામની જમીન આ પ્રોજેક્ટ માટે ફાળવાતા લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.
મળતી જાણકારી અનુસાર, ઉમરગામમાં આવેલા કરજ ગામ પાસે બનનારા પ્રોજેક્ટના વિરોધમાં 24 ગામના લોકોએ વિરોધ કર્યો હતો. લોકોએ જાહેર લોક સુનાવણીમાં આવેલા અધિકારીઓ સામે કાળા વાવટા બતાવી વિરોધ કર્યો હતો. સાથે 450 લોકોએ જાહેરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. ગામ લોકોએ જણાવ્યું હતું કે, જો કંપનીને મંજૂરી અપાઇ તો લોકો વલસાડ કલેકટર કચેરી ઉપર આત્મવિલોપન કરશે. લોકોના વિરોધને પગલે કલેકટર, મામલતદાર, જીપીસીબી અધિકારીઓ , નેતાઓ અને ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
વલસાડમાં પાવર પ્રોજેક્ટના વિરોધમાં 24 ગામના લોકો રસ્તા પર ઉતર્યા, આત્મવિલોપનની આપી ચીમકી
abpasmita.in
Updated at:
19 Jul 2019 08:25 PM (IST)
જીપીસીબી અને મધુરા કાર્બન લિમેટેડ કંપની દ્વારા બનાવવામાં આવતા કાર્બન પ્રોડક્ટ અને પાવર પ્રોજેક્ટનો ગામ લોકો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -