Girnar Ropeway: જુનાગઢમાંથી ફરી એકવાર ગિરનાર પર્વત પરની રૉપ-વે સેવા બંધ કરવાના સમાચાર સામે આવ્યા છે. હાલમાં પર્વત પર ભારે પવનો ફૂંકાઇ રહ્યાં હોવાના કારણં તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવયો છે. જોકે, વાતાવરણ અનુકુળ થતાં જ ફરીથી રૉપ-વે સર્વિસને શરૂ કરવામાં આવશે.
જૂનાગઢના ગિરનારમાં હાલ પવની ગતિ તેજ, પવનો પુરઝડપે ફૂંકાઇ રહ્યાં છે, જેના કારણે જૂનાગઢ ગિરનારની રૉપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર રૉપ-વે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, હાલ ખાસ કરીને ગિરનાર શિખર પર 60-70 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તીવ્ર ગતિના પવનમાં રૉપ-વે સેવા દરમિયાન કોઇ દુર્ઘટના ન ઘટે માટે સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રૉપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ વેસ્ટર્બન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના પગલે પવનની ગતિ પણ તીવ્ર બની છે. ત્યારે સાવધાનીના ભાગરૂપે જૂનાગઢ રોપવે સેવા બંધ કરવામાં આવી છે.
આ પણ વાંચો
Gujarat: રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી મળશે રાહત, જાણો શું છે આગાહી