Latest Surat News: સુરતમાં રહેતા સનાતન સંઘના અધ્યક્ષને મારી નાખવાની ધમકી આપનાર તેમજ દેશના અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવા પાકિસ્તાન અને નેપાળના બે વ્યક્તિ સાથે વર્ચ્યુઅલ નંબર મારફતે સંપર્કમાં રહી કાવતરું ઘડનાર કામરેજના કઠોર ગામના કટ્ટરવાદી મૌલવીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ભરીમાતા ફૂલવાડી રોડ ખાતેથી ઝડપી લીધો હતો.મૌલવી છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાન અને નેપાળના બે વ્યક્તિ ઉપરાંત અન્ય લોકો સાથે સંપર્કમાં રહી ભારતના રાષ્ટ્રધ્વજ, હિન્દુ ધર્મ અને દેવીદેવતાઓ અંગે અભદ્ર ટીપ્પણી કરી કટ્ટરવાદી વિચારધારાને ફેલાવતો હતો.


ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ચોકબજાર ભરીમાતા ફૂલવાડી ખાડી રોડ આઈકરા એપાર્ટમેન્ટ પાસેથી સોહેલ ઉર્ફે મૌલવી અબુબકરને ઝડપી પાડી તેની પાસેથી મોબાઈલ ફોન કબજે કર્યો હતો. કઠોર ગામના મદ્રેસામાં હાફિઝ અને આલીમ સોહેલ કઠોર અને અંબોલી ગામમાં મુસ્લિમ બાળકોને ઈસ્લામ ધર્મ અંગેનું ખાનગી ટ્યુશન આપે છે.તેમજ લસકાણા ડાયમંડનગર ખાતે ધાગા ફેકટરીમાં મેનેજર તરીકે નોકરી પણ કરે છે.ક્રાઈમ બ્રાન્ચે તેની પુછપરછ કરતા તેમજ તેના મોબાઈલ ફોનની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાનના ડોગર અને નેપાળના શેહનાઝ સાથે સંપર્કમાં રહી દેશના હિન્દુવાદી નેતાઓને મારી નાખવાની યોજના બનાવતો હતો.


મૌલવીએ 5 વર્ષ પહેલા ઉપદેશ રાણાને ધમકી આપતો વીડિયો મુક્યો હતો


આ દરમિયાન મૌલવાની એક વાયરલ વીડિયો સામે આમે આવ્યો છે. જેમાં તેનો પાકિસ્તાન પ્રેમ અને ઉપદેશ રાણાને જાનથી મારી નાંખવાની ધમકી આપતો જોવા મળે છે. ઉપદેશ રાણા દ્વારા આપવામાં આવેલા પાકિસ્તાની વિરોધી નિવેદન અને અને ઇસ્લામિક ફિલ્મની વાતોને લઈ આરોપી મૌલાનાએ વીડિયો બનાવ્યો હતો. યૂટ્યૂબ ચેનલ પર આરોપી મૌલવીએ 5 વર્ષ પહેલા ઉપદેશ રાણાને ધમકી આપતો વીડિયો મુક્યો હતો. જેમાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


તું જો એક બાપ કી ઓલાદ હે તો યે ચહેરા યાદ રખ લે

પાકિસ્તાની વિરોધી અને ઇસ્લામિક ફિલ્મના નિવેદનને લઈ ઉપદેશ રાણાને આરોપી મૌલવી અશબ્દ કહે છે. વાયરલ વીડિયોમાં આરોપી મૌલવી કહે છે કે, તું જો એક બાપ કી ઓલાદ હે તો યે ચહેરા યાદ રખ લે, મા કા દૂધ પિયા હે તો અકેલે મેરે સામને આના, કિતના પાવર હે દેખ લેંગે, સોયેગા તો ભી સપને મેં મેરા હી ચહેરા નજર આયેગા, ટુકડે કરકે નહિ રખ દિયા તો દો બાપ કી ઓલાદ નહી.


પાકિસ્તાન વાલે એક હી સિક્કે કે દો પહેલું હૈ


પાકિસ્તાનના લોકો માટે ઉપદેશ રાણા દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ ઉશ્કેરાયેલા આરોપી મોલાના એ કીધું હતું કે, તું પાકિસ્તાન કે લોકો કે બારેમે ગલત ગલત બાત કરતા થા,  પાકિસ્તાન વાલે એક હી સિક્કે કે દો પહેલું હૈ તું તો એસે અલગ કર રહા હે  જેસે ગેંહૂ મેં સે કંકણ. તેરે જેસે લોગો કે વજસે સે કભી એસા નહિ હોગા, તું લાખ કોશિશ કર લે એસા કભી નહિ હોગા.

વીડિયોના અંતમાં આરોપી મોલાના ઉપદેશ રાણા ને કહે છે કે,  મુસલમાનોની માફી માંગે મુવી બનાવવા માટેની જે વાત થઈ હતી  તે ભૂલ થઈ ગઈ છે અથવા તો તું સામે આવશે તો ટુકડા કરી દઈશ. મૌલવી સોહેલ તિમોલનો આ વીડિયો 5 વર્ષ જૂનો છે. જે હાલ ક્રાઈમ બ્રાન્ચ ના તપાસમાં સામે આવ્યું છે