જૂનાગઢમાં પતિ સાથે થયેલા અણબનાવ અંગે સમાધાન કરાવવા અંતર્ગત વડિયાના સ્વામિનારાયણ મંદિરના સાધુએ કારમાં છરીની અણીએ મહિલા ઉપર બળાત્કાર ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની જૂનાગઢ પોલીસે ફરિયાદ નોંધી છે.
પ્રાપ્ત વિગત મુજબ, મુળ પોરબંદરની અને હાલ જૂનાગઢ રહેતી મહિલાને પતિ સાથે અણબનાવ થયો હતો. જેથી તેણે કંટાળીને સ્વામિધર્મ પાડતાં હોવાના નાતે આ મહિલા અમરેલી જિલ્લાના વડિયાના સ્વામિનારાયણ મંદિરના સ્વામિ આનંદ સ્વરૂપદાસજીને સમગ્ર ઘટના વર્ણવી હતી. સાધુએ મહિલાના ફેસબુક એકાઉન્ટમાં ફોટો જોઈને ફ્રેન્ડ બનાવી હતી. ત્યાર બાદ વ્હોટસઅપ નંબર મેળવી વાતચીત શરૂ કરી હતી.
વાતચીત દરમિયાન મહિલાએ પતિ સાથે અણબનાવ હોવાની વાત કરતા સમાધાન કરાવી આપીશ તેવા સ્વામિએ ચેટિંગ દરમિયાન કહ્યું હતું. સાધુએ મહિલાની વ્યથા ધ્યાનપૂર્વક સાંભળીને તેને મદદ કરવાનું વચન આપ્યું હતું પરંતુ સાધુના મનમાં કંઈક બીજું જ ઘડાઈ રહ્યું હતું. જે અંતર્ગત સ્વામિએ ગેરફાયદો ઉઠાવી જૂનાગઢના શિશુમંગલ રોડ ઉપર બોલાવી હતી.
ઈચ્છા વિરૂદ્ધ કારમાં છરી બતાવી મહિલા પર બળાત્કાર ગુજારી પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારવાની ધમકી આપી મહિલાની પુત્રીને પણ ઉપાડી જવાની ધમકી આપી હતી અને આ બાબતે સ્વામિના ડ્રાઈવર ગોંડલના શ્યામ સુંદરસ્વામિએ પણ મદદગારી કર્યાંની મહિલાએ જૂનાગઢ સી-ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણીને લગ્ન બાદ પતિ સાથે અણબનાવ બનતા જૂનાગઢ રહેવા આવી ગઈ હતી. તેણી સ્વામિનારાયણ ધર્મ પાળતી હોય જેથી સ્વામિનારાયણના સાધુ અને સંતોના પ્રવચનો સાંભળતી હતી. તેવામાં થોડા દિવસો અગાઉ આનંદ સ્વરૂપદાસ સ્વામીએ મહિલા ફેસબુક એકાઉન્ટમાં ફોટો જોઈને તેણીને ફ્રેન્ડ બનાવી હતી. ત્યાર બાદ વોટ્સએપ નંબર મેળવીને વાતચીત શરૂ કરી હતી.