મતદાન પૂર્ણ થયા બાદ 23 જુલાઇના રોજ કૃષિ યુનિવર્સિટી ખાતે સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે. મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. 9 ડીવાયએસપી, 18 PI, 105 PSI, 1300 પોલીસ જવાન અને 5 SRPની ટુકડી તૈનાત કરી દેવામાં આવ્યા છે.
શહેરના 40 સંવેદનશીલ વિસ્તરોમા ખાસ સુરક્ષા કરાશે વાયરલેસ સિસ્ટમ, વિડિઓ ગ્રાફી તથા વોટ્સ એપ જેવા સોશ્યિલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે. શહેરમાં આવતા પ્રવેશ માર્ગો પર ચેક પોસ્ટ બનાવી છે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.