Junagarh: જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરનું હવે ટુંક સમયમાં બ્યુટીફીકેશન કામગીરીનું કામ શરૂ કરાશે, આ માટે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ નરસિંહ મહેતા સરોવરનું નિરીક્ષણ કર્યુ છે. તળાવમાં માટી નાંખવાને લઈને જળ સંગ્રહ શક્તિ ઘટવાની ચિંતા વ્યક્ત કરી લોકોએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. ધારાસભ્ય સંજય કોરડીયાએ અધિકારીઓ સાથે બેઠક કરી તળાવ પર સ્થળ તપાસ કરી હતી. 


નરસિંહ મહેતા સરોવરના બ્યૂટિફિકેશનને લઇને ધારાસભ્ય સંજય કોરડીયાએ નિવેદન આપ્યુ હતુ, તેમને કહ્યું કે, આ તળાવની ઊંડાઇ વધશે, વિસ્તાર વધશે અને જળ સંગ્રહ શક્તિ પણ વધશે. આગામી દિવસોમાં તળાવ સ્થળ પર તમામ વિગતો મુકવામાં આવશે જેથી લોકોને તળાવ અંગે સાચી માહિતી મળી રહેશે. 


Junagadh: જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીનું થયું આગમન, 10 કિલોના ભાવ જાણો


જૂનાગઢ:  ફળોના રાજા કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનાં 40 બોક્સની આવક થઈ છે. યાર્ડમાં પ્રતિ 10 કિલો બોક્સના 2000થી 3000 રૂપિયા બોલાયા હતા. કેરીના રસિકો માટે આ સારા સમાચાર છે.  આ વર્ષે તાલાલા પંથકમાં આંબા પર સારા પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન થયું છે. વેપારીઓના મતે આગામી 15 દિવસમાં કેરીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળશે.


કેરીના રસિયાઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે એ કેસર કેરીનું આગમન જૂનાગઢના માર્કેટ યાર્ડમાં થઈ ગયું છે. ગુજરાત સહિત દેશભરમાં તાલાલાની કેસર કેરી ખૂબ જ જાણીતી છે. તાલાલા પંથકની કેસર કેરીનાં 40 બોક્સની આવક થઈ છે. આ કેરીના 10 કિલોના 2000થી 3000 રૂપિયા ભાવ બોલાયા હતા. ગુજરાતવાસીઓ કેરીની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં કેસર કેરીનો સ્વાદ માણતા હોય છે. તાલાલા ગીરની કેસર, કચ્છની કેસર તેમજ વલસાડની હાફુસ કેરી ગુજરાત અને દેશવિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે. 


Crime News: જૂનાગઢના કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતી પર કર્યો હુમલો


જૂનાગઢના કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવતી પર હુમલો કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, જૂનાગઢના કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતી પર હુમલો કર્યો હતો. ઘાયલ યુવતી હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપી યુવક સાસણનો રહેવાસી છે. આરોપી સાસણથી કેશોદ આવી યુવતીના ઘરે પહોંચ્યો હતો અને લગ્ન માટે બોલાચાલી કરી હતી અને બાદમાં યુવતીને 18 જેટલા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા. જેથી યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. બાદમાં તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે.


Mahisagar: ફરવાના બહાને યુવતીને જંગલમાં લઇ ગયો યુવક, ગુજાર્યો બળાત્કાર


મહીસાગરમાં બાલાસિનોર શહેરમાં ફરવાના બહાને યુવતીને જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મળતી જાણકારી અનુસાર, મહીસાગરના બાલાસિનોરમાં યુવક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીને ફરવાના બહાને જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો. જ્યાં યુવકે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. જેને લઇને યુવતીએ પોલીસ ફરિયાદ કરતા આરોપી અજય વાઘેલા નામના યુવકની અટકાયત કરવામાં આવી હતી.