ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 402 કેસ નોંધાયા હતા. આ સાથે જ લાંબા સમય બાદ કુલ 2 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં આજે 219 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં એક મોત થયું છે. રાજ્યમાં કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1529 પહોંચ્યો હતો. જ્યારે 7 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
કોરોનાના આંકડાની વિગતે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 219 કેસ નોંધાયા હતા જ્યારે રાજકોટ શહેરમાં 19,સુરત શહેરમાં 25, મોરબીમાં 18, અમરેલી 15, મહેસાણા 12 કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 402 કેસ નોંધાયા છે. જેની સામે 162 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.02 ટકા નોંધાયો છે. તેમજ આજે 162 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 1529 કોરોનાના એક્ટિવ કેસ છે. 24 કલાકમાં 162 દર્દી સ્વસ્થ થયા છે. રાજ્યમાં આજે 543 લોકોને રસી અપાઈ છે.
Mahisagar: ફરવાના બહાને યુવતીને જંગલમાં લઇ ગયો યુવક, ગુજાર્યો બળાત્કાર
મહીસાગરમાં બાલાસિનોર શહેરમાં ફરવાના બહાને યુવતીને જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મળતી જાણકારી અનુસાર, મહીસાગરના બાલાસિનોરમાં યુવક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીને ફરવાના બહાને જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો. જ્યાં યુવકે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. જેને લઇને યુવતીએ પોલીસ ફરિયાદ કરતા આરોપી અજય વાઘેલા નામના યુવકની અટકાયત કરવામાં આવી હતી.
Rajkot: પાંચ લાખની લાંચ લેતા ઝડપાયેલા અધિકારીના મોત પર વિવાદ, CBIએ ઝડપ્યા હતા
રાજકોટઃ રાજકોટમાં પાંચ લાખની લાંચ લેતા ઝડપેલા કેન્દ્રીય અધિકારી જાવરીમલ બિશ્નોઈનું મોત થયું છે.ગઈકાલે DGFT એટલે કે, ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ઓફિસર જાવરીમલ બિશ્નોઈને પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા સીબીઆઇએ ઝડપી લીધા હતા. રાજકોટના ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલા ડીજીએફટી ઓફિસના ચોથા માળે ઓફિસ સીલ કરી સીબીઆઇએ ઝડપી લીધા હતા.
જો કે આજે સવારે તેઓ શંકાસ્પદ હાલતમા મળી આવ્યા હતા. બાદમાં તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જો કે સીબીઆઇના અધિકારી પર મૃતક અધિકારીના સગાએ આરોપ લગાવ્યો હતો. જો કે હાલ તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.