જુનાગઢઃ જુનાગઢ જિલ્લાના વંથલી ગામમાં એક ચોંકાવારી ઘટના સામે આવી છે. અહીં એક વૃદ્ધને પુનઃ લગ્ન કરવા ભારે પડી ગયા છે. વાત એમ છે કે, 65 વર્ષના ગોર મહારાજને ફરીવાર લગ્ન કરવા હતા, અને આ માટે તેમની યુવતી સાથે વાત પણ ચાલી ગઇ હતી, પરંતુ અંતે તેમની સાથે છેતરપિંડી થયાની વાત સામે આવી છે. વંથલી તાલુકાના આખા ગામે રહેતા 65 વર્ષના ગોર મહારાજ જે એક વૃદ્ધ છે, અને તેમને પુનઃલગ્ન કરવાનો વિચાર ભારે પડયો છે. લગ્ન માટે ઘર જોવા આવેલ બે મહિલા વૃદ્ધને ચામાં પ્રવાહી પીવડાવી બેભાન કરીને ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઇ છે.


માહિતી પ્રમાણે, જુનાગઢના વંથલીના આખા ગામે રહેતા 64 વર્ષીય જયંતીભાઈ મગનભાઈ દવે, જે ગોર મહારાજ છે અને ગોરપદુ કરે છે. પત્નીના અવસાન બાદ તેઓ છેલ્લા ચાર વર્ષથી એકલવાયું જીવન જીવી રહ્યાં છે. ગોર મહારાજને ફરી લગ્નની ઇચ્છા થતાં લગ્ન વિષયકની જાહેરખબર પર ફોન કર્યો હતો. જે ફોન નંબરમાં વલસાડથી દક્ષાબેન નામની મહિલાએ તેમની સાથે વાત કરી અને લગ્ન માટે તેમનું ઘર જોવા માટે આવવાની વાત કરી હતી. દક્ષાબેન અને તેની મોટી બહેન એમ બે બહેનો ગોર મહારાજ જયંતીભાઇના ઘરે આવ્યા હતા. 


પોતાના ઘરે આવેલી બે બહેનોનો ગોર મહારાજ જયંતીભાઈએ પોતાની મિલકત, દાગીના બતાવ્યા હતા. બાદમાં લગ્નની વાત આગળ ચાલી હતી. રાતના સમયે જયંતીભાઈ અને દક્ષા બેન અને તેની મોટીબહેન ઘરે એકલા હતા ત્યારે ચાની અંદર ઘેનની દવા પીવડાવીને જયંતીભાઈને બેભાન કરી દીધા હતા. 


ગોર મહારાજને બેભાન કર્યા બાદ બન્ને બહેનો તેમના ઘરમાંથી 20 હજાર રોકડા, સોના-ચાંદીના દાગીના અને વાસણોની સહિતની ચોરી કરીને ભાગી ગઇ હતી. આમ ગોર મહારાજને બીજીવાર લગ્ન કરવાનો વિચાર ભારે પડી ગયો હતો. 


આ પણ વાંચો


UP Election 2022: વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે BSP, માયાવતીએ કર્યો મોટો દાવો


ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?


કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?