કચ્છઃ કચ્છ ભાજપની ઘોર બેદરકારી સામે આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના પ્રવાસે પહોંચ્યા હતા જ્યાં દિપાવલી પર્વ નિમિતે સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કચ્છ ભાજપના નેતાઓએ જ છેતર્યા હતા. વાસ્તવમાં મુખ્યમંત્રીની કમલમ ફ્રૂટથી તુલા કરવાની હતી જેના બદલે કેળાથી કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.


 






મુખ્યમંત્રીને કમલમ ફ્રૂટથી તોલવાના કાર્યક્રમનું આયોજન થયુ હતું. વજનકાંટાના એક પડલામાં મુખ્યમંત્રી બેઠા તો  બીજા પડલામાં તેમના જ વજન બરાબર કમલમ ફ્રૂટના બોક્સ મુકાયા હતા. કેમ કે ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમ ફ્રૂટની ઓળખ કચ્છ બન્યુ છે ત્યારે કમલમ ફ્રૂટથી તોલવાના કાર્યક્રમની ખુબ વાહવાહી થઈ હતી. જો કે સૌના આશ્ચર્ય વચ્ચે જે વીડિયો વાયરલ થયો તે ચોંકાવનારો છે.  કારણ કે કચ્છી ફ્રૂટ કમલમ પ્રિંટ કરેલી આ પેટીઓમાંથી કેળાની લૂમ નજરે પડી રહી છે. સવાલ એ છે કે કમલમ ફ્રૂટના બોક્સમાં કેળા કોણે પેક કર્યા.  સવાલ સ્થાનિક ભાજપના નેતાઓ અને આયોજકો પર પણ થાય છે કેમ કે આ કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રીનો છે. આ નેતાઓ ક્યારે આ પ્રકારના કાર્યક્રમને ગંભીરતાથી લેશે.


 


માંડલ ટોલનાકા પાસે અકસ્માત


સોનગઢના માંડલ ટોલ નાકા પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આશરે 15 જેટલા મુસાફરોને ઇજા પહોંચી હતી. મળતી જાણકારી અનુસાર જાનૈયા ભરેલી બસને માંડલ ટોલનાકા પાસે અકસ્માત નડ્યો હતો. શ્રી સમર્થ નામની સુરત તરફ જતી ટ્રાવેલ્સ ટોલનાકા પાસે બેકાબૂ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આશરે 15 જેટલા મુસાફરોની ઇજા પહોંચી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા  હતા.