ખેડા: કપડવંજ મોટીઝેરના ત્રણ ઈસમોને એક સાથે કોર્ટે ફાંસીની સજા સંભળાવતા ચકચાર મચી જવા પામી છે. ગોપી ઉર્ફે ભલા દેવીપૂજક, બાબા ઉર્ફે કંકુડીયો રમેશભાઈ વાદી અને જયંતિ બબાભાઈ વાદીને નામના આરોપીએને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. કપડવંજ સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવતા દુષ્કર્મના આરોપીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર યુવતી પર સામુહિક દુષ્કર્મ અને હત્યાંના કેસમાં અદાલતે આ ત્રણેય લોકોને સજા ફટકારી છે. આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, વર્ષ 2018માં કપડવંજના નિરમાલી ગામની સીમમાં આ આરોપીઓએ સામુહિક દુષ્કર્મ બાદ હત્યાં કરી પુરાવાનો નાશ કર્યો હતો. હવે કપડવંજ સેશન્સ અદાલતે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.


ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી હોવાનો પોલીસ તાપસમાં થયો ખુલાસો
VADODARA : હરિધામ સોખડા સ્વમિનારાયણ મંદિરઆ ગુણાતીત સ્વામીના અચાનક થયેલા મૃત્યુ બાદ સૌકોઈ એ પ્રશ્નનો જવાબ જાણવા માંગતા હતા કે ગુણાતીત સ્વામીની હત્યા થઇ છે કે તેમણે આત્મહત્યા કરી છે? જો કે આખરે આ પ્રશ્નનો જવાબ સામે આવી ગયો છે. પોલીસ તાપસમાં ખુલાસો થયો છે કે  ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી હતી. 


ગઈકાલે 27 એપ્રિલે સાંજે 7 થી 7.15 વચ્ચે  ગુણાતીત સ્વામીએ પોતાના રૂમમાં  આપઘાત કર્યો હતો. ગુણાતીત સ્વામીએ પોતાના રૂમમાં હુંક પર લટકી આત્મહત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. ગુણાતીત સ્વામીએ પોતાના શરીરના વસ્ત્રના ગાતરિયાથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. 


પોલીસે ગુણાતીત સ્વામીનું ગાતરિયુ, મોબાઈલ ફોન કબ્જે લીધા, આ સાથે પોલીસે ગુણાતીત સ્વામીના રૂમના બહારના સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કર્યા છે. ગુણાતીત સ્વામી ઘણા મહિનાઓથી ડિપ્રેશનમાં હોવાનું પણ ખૂલ્યું છે.આ સાથે અનેક વખત ભગવા વસ્ત્રો ત્યાગી સાંસારિક જીવનમાં પાછા ફરવાનો પણ વિચાર કરતા હોવાનું ખુલ્યું છે. 


પોલીસે પ્રભુપ્રિય સ્વામી, ગુણાતીત સ્વામીના પરિજનો, મંદિરના સેવકોની પૂછપરછ કરી હતી. કોઈ ગુનાહિત કાવતરું છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ કરી શરૂ છે. જો કે પ્રભુપ્રિય સ્વામીએ  પોલીસ સમક્ષ લુલો બચાવ કરતા કહ્યું હતું કે  ગુણાતીત સ્વામીના પરિજનોના કહેવાથી આપઘાતની વાત પોલીસથી છુપાવી હતી.