Post Office:  રક્ષાબંધનના (Rakshabandhan) તહેવારને ધ્યાનમાં રાખીને પોસ્ટ ઓફિસો 17 ઓગસ્ટ સુધી રાત્રે આઠ વાગ્યા સુઘધી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામા આવ્યો છે. રક્ષાબંધનને લઈ રાખડી મોકલવા રવિવારે પણ પોસ્ટ ઓફિસો (Post Office) ખુલ્લી રહેશે. સાથે ચોમાસામાં વરસાદમાં રાખડી પલળે નહી તે માટે વિશેષ વોટરપ્રૂફ કવરનું પણ વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું.


રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવા 18 ઓગસ્ટ રવિવારે પણ પોસ્ટ ઓફિસો ખુલ્લી રહેશે. વરસાદની સીઝનમાં રાખડી પલળે નહીં તે માટે 10 રૂપિયાની કિમતમાં વિશેષ વોટરપ્રૂફ કવરનું વેચાણ પણ શરૂ કરાયું હતું. 19 ઓગસ્ટે રક્ષાબંધન છે. ત્યારે જે બહેન ભાઈના ઘરે પહોંચી શકતી નથી તેઓ ભાઈને પોસ્ટ મારફતે રાખડી મોકલી આપે છે. આવા સંજોગોમાં પોસ્ટ ઓફિસોમાં મોટી સંખ્યામાં રાખડીના કવર તેમજ ગિફ્ટનું બુકિંગ થઈ રહ્યું છે.






પોસ્ટ ઓફિસોમાં લોકોના ધસારાને ધ્યાનમાં રાખી પોસ્ટ વિભાગે રાખડી તેમજ ગિફ્ટ પહોંચાડવા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યભરની તમામ પોસ્ટ ઓફિસોમાં રાખડીના બુકિંગ માટે 17 ઓગસ્ટ સુધી રાતે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે. વરસાદી સીઝનમાં રાખડી પલળે નહીં તે માટે 10 રૂપિયાની કિમતમાં વિશેષ વોટરપ્રૂફ કવરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે શહેરના નેશનલ શોર્ટિંટ હબ શાહીબાગ ઓફિસમાં 24 કલાક બુકિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે. બુક થયેલા પાર્સલની ડિલિવરી થઈ શકે તે માટે નોકરી સમય બાદ પણ કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે.


રક્ષાબંધનના દિવસે 19મી સુધીમાં રાખડી મળી રહે તે માટે પોસ્ટ વિભાગ તરફથી 18મીએ રવિવારની રજા હોવા છતાં પણ બુક થયેલી રાખડી તેમજ ગિફ્ટ આર્ટિકલની ડિલિવરી ચાલુ રખાશે. તમામ પોસ્ટ ઓફિસમાં સ્પીડ પોસ્ટથી રાખડીના બુકિંગ માટે વિશેષ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે. તેની સાથે જ રાખડી ક્યાં પહોંચી તેનું ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટ પર ટ્રેકિંગ પણ કરી શકાય છે.   


આ પણ વાંચોઃ


Raksha Bandhan 2024: રાશિ મુજબ કલર પસંદ કરી બાંધો રાખડી, જાણો કઇ રાશિ માટે ક્યો રંગ શુભ